Homeઆમચી મુંબઈવરલીમાં બિલ્ડિંગના ૪૨મા માળેથી પડેલા પથરાએ લીધો બેનો ભોગ

વરલીમાં બિલ્ડિંગના ૪૨મા માળેથી પડેલા પથરાએ લીધો બેનો ભોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં ફોર સિઝન રેસિડેન્સી હૉટલના ચાલી રહેલા બાંધકામ દરમિયાન ૪૨મા માળાથી વજનદાર પથ્થર નીચે રસ્તે ચાલતા બે યુવકો પર પડતાં તેમના ઘટના સ્થળે મોત થયાં હતાં. પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વરલીમાં ગાંધીનગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૪૨ માળની ફોર સિઝન રેસિડેન્સી ઈમારતમાં ઉપરના માળ પર કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન મંગળવાર રાતના ૯.૪૦ વાગ્યાની આસપાસ ૪૨મા માળ પરથી બાંધકામમાં વપરાતા વજનદાર પથ્થર નીચે પડયા હતા, જે રસ્તે ચાલી રહેલા બે યુવકો પર સીધા પડતા તેઓ ઘટનાસ્થળે જ જખમી હાલતમાં પડી ગયા હતા.
આ દુર્ઘટનાને આંખે જોનારાના કહેવા મુજબ યુવકો જખમી થયા બાદ લગભગ અડધો કલાક સુધી તેઓ જખમી હાલતમાં રસ્તા પર જ પડી રહ્યા હતા. સમયસર તેમને વૈદ્યકીય મદદ મળી શકી નહોતી. લાંબા સમય બાદ તેમને હૉસ્પિટલ લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ફરજ પર રહેલા ડૉક્ટોેએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં ૩૬ વર્ષના શબીર અલી અને ૩૦ વર્ષના ઈમરાન અલી ખાનનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ હૉટલના માલિક સામે બેદરકારી દાખવવાને કારણે રસ્તે ચાલતા બે નિર્દોષ યુવકોનાં મોત થવા બદલ સ્થાનિક નાગરિકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમ જ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિ વિરોધમાં કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ગયા મહિને પણ વરલીમાં જ આવી જ એક બહુમાળીય ઈમારતમાં લિફ્ટને અકસ્માત થયો હતો. લિફ્ટની આ હોનારતમાં બે લોકોનાં મોત થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular