Homeઆપણું ગુજરાતવંદે ભારત ટ્રેનમાં સુરત જઈ રહેલા ઓવૈસી પર પથ્થરમારો, વારિસ પઠાણે કર્યો...

વંદે ભારત ટ્રેનમાં સુરત જઈ રહેલા ઓવૈસી પર પથ્થરમારો, વારિસ પઠાણે કર્યો દાવો

અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણીને લઈને માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન સોમવારે ઓવૈસી વંદે ભારત ટ્રેનમાં સુરત જઈ રહ્યા હતા તેના પર પથ્થરમારો થયો હતો. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે કર્યો છે. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે જણાવ્યું કે, અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ ટ્રેન પર સુરતથી લગભગ 20-25 કિલોમીટર પહેલા હુમલો થયો હતો.
વારિસ પઠાણે જણાવ્યું કે AIMIM ચીફ ઓવૈસી જે બર્થમાં મુસાફરી કરી રહ્યા હતા તેની બારી પથ્થરમારાને કારણે તૂટી ગઈ છે. તેમણે ટ્વીટ કરીને ઓવૈસીની મુલાકાતની માહિતી પણ આપી હતી. વારિસ પઠાણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘મોદીજી તમે પથ્થરોનો વરસાદ કરો કે આગનો વરસાદ કરો, આ હકનો અવાજ અટક્યો નથી અને અટકશે નહીં.’

“>

આ પહેલા અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ AAP અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ‘છોટા રિચાર્જ’ કહ્યા હતા. તેમણે કહ્યું, “કોરોના માટે તબલીગી જમાતને દોષી ઠેરવતા તેઓએ કહ્યું કે તેઓ ફેલાવી રહ્યા છે. જ્યારે મામલો કોર્ટમાં ગયો તો કોર્ટે કહ્યું કે આ અસત્ય છે. દિલ્હીમાં રમખાણો થઈ રહ્યા હતા ત્યારે મુખ્યપ્રધાન ક્યાં હતા? તેઓ રાજઘાટ પર મૌન ઉપવાસ કરી રહ્યા હતા.’
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 40 થી 45 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટીએ અમદાવાદની ત્રણ અને સુરતની બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

RELATED ARTICLES

Most Popular