ફેડરલના ફફડાટને કારણે શૅરબજારમાં ચાર સત્રની તેજીને બ્રેક, ૬૦,૦૦૦ની સપાટી માંડ જળવાઇ

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકામાં ઓગસ્ટમાં ફુગાવો અપેક્ષાથી ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી ફેડકર રિઝર્વ વ્યાજદરમાં અક્રમક વધારો કરશે એવી આશંકા વચ્ચે વિશ્ર્વબજારમાં જોરદાર વેચવાલીના અહેવાલો વચ્ચે સ્થાનિક બજારનું માનસ ડહોળાયું હતું અને સેન્સેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો. સત્ર દરમિયાન ૧૧૫૦ પોઇન્ટના કડાકા સાથે ૫૯,૪૧૭.૧૨ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૨૨૪.૧૧ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૬૦,૩૪૬.૯૭ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. એ જ રીતે, સત્ર દરમિયાન ૧૭,૭૭૧.૧૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા પછી અંતે નિફ્ટી આ સત્રમાં ૬૬.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૧૮,૦૦૩.૭૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. મંગળવારે એફઆઇઆઇએ રૂ. ૧૯૬૫.૯૮ કરોડની લેવાલી નોંધાવી હતી.
બજારના સાધનો અનુસાર ઇન્ફ્લેશનના ડેટા બજારની અપેક્ષા કરતા પ્રતિકૂળ રહેતા અમેરિકાની મધ્યસ્થ બેન્ક વ્યાજદરમાં આક્રમક વધારો કરશે એવી અશંકા વચ્ચે નોમુરાએ એવી આગાહી કરી હતી કે ફેડરકલ હવે ૧૦૦ બેસિસ પોઇન્ટનો વધઝારો ઝીંકશે, અને એ કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ડહોળાયું હતું. બેન્કિંગ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બજારે પ્રારંભિક ઘટાડો પચાવ્યો હતો, પરંતુ આઇટી, એનર્જી અને ફાર્મા શેરોની વેચવાલીને લીધે બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં ટકી શક્યા નહોતા.
ઇન્ફોસિસ ૪.૫૩ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. અન્ય ગબડનારા અગ્રણી શેરોમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીેલ ટેક, લાર્સન એન્ડ ટૂબ્રો, વિપ્રો અને રિલાયન્સનો સમાવેશ હતો. વધનારા શેરોમાં ઇન્ડસઇન્ડ, પાવરગ્રીડ, એનટીપીસી, સ્ટેટ બેન્ક, કોટક બેન્ક અને એચડીએફસી ટવીન્સનો સમાવેશ હતો. કોર્પોરેટ હલચલમાં ડીએચએલ આગામી પાંચ વર્ષમાં ૫૦૦ મિલિયન ડોલર, અથવા રૂ. ૪૦૦૦ કરોડની રોકાણ યોજના ધરાવે છે, જેમાં જમીન અને ઇક્વિપમેન્ટની ખરીદી ઉપરાંત ઓટોમેશન, ડીજીટલાઇઝેશન અને નવા શહેરો પ્રવેશ જેવી યોજનાનો સમાવેશ થાય છે.
રશિયા અને યુક્રેનની વોર ઠંડી પડી રહી છે અને વેપારલક્ષી સમાચાર વધુ આવી રહ્યાં છે. મોસ્કો સિટી ટુરીઝમ કમિટી આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્ટ (ઓટીએમ)માં સહભાગી થઇ છે. આ સૌથી વિશાળ આઉટબાઉન્ડ પર્યટન પ્રદર્શન ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. મોસ્કો સિટી ટુરીઝમ કમિટીનું પ્રતિનિધિત્વ મોસ્કોના પર્યટન અને હોસ્પિટાલિટીના વિકાસ માટે પ્રોજેક્ટ ઓફિસ દ્વારા થયુું છે. મોસ્કો સિટી ટુરીઝમ કમિટીના ડેપ્યુટી ચેરમેન અલીના અરૂત્યોનોવાની આગેવાનીમાં મોસ્કોનું પ્રતિનિધિમંડળ ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા માટે ભારતીય પર્યટન ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ચર્ચાવિચારણા કરશે.
કોરોના પછી પર્યટન ઉદ્યોગને ખાસ વેગ મળ્યો છે અને આગળ ઝડપી વિકાસની સંભાવના હોવાનું ઓટીએમના આયોજક ફેરફેસ્ટ મિડિયાએ જણાવ્યું હતું, જેનુંં ઉદ્ઘાટાન પર્યટન ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ કર્યું હતું અને તેમાં સરકારી મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રશિયા, સાઉદી અરેબિયા, મોરેશિયસ સહિતના વીસ દેશ સહભાગી થયા હતાં. સાઉદી ટુરિઝમ ઓતોરિટીના સીઇઓએ એવી જાહેરાત કરી હતી કે સાઉદી ટુરિઝન ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ૮૦૦ કરોડનું રોકાણ કરશે. દરમિયાન, સ્થાનિક સ્તરે હોલસેલ પ્રાઇસ બેસ્ડ ઇન્ફ્લેશન ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને ઘટીને ૧૨.૪૧ ટકાની નીચી સપાટીએ પહોંચ્યું છે. જોકે, જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સતત ૧૭માં મહિને દ્વીઅંકી રહ્યો છે. એ જ રીતે, ઓગસ્ટમાં નિકાસ ૧.૬૨ ટકા જેવી વધી છે, પરંતુ આયાત ૩૭.૨૮ ટકા વધી હોવાથી વ્યાપાર ખાધ ૧૧.૭૨ અબજ ડોલરના બમણા સ્તરે પહોંચી છે.
સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૪૮ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૫૮ ટકા, એનટીપીસી ૨.૫૭ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૩૯ ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૭૦ ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૪.૫૩ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૩.૩૬ ટકા, ટેક મહિન્દ્રા ૨.૬૧ ટકા, એચસીએલ ટેક્નોલોજી ૨.૪૪ ટકા અને લાર્સન એન્ડ ટૂબ્રો ૧.૮૩ ટકા ઘટ્યા હતા. આજે બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. બેન્ક અને મેટલ શેરોમાં લાવલાવ જોવા મળી હતી, જ્યારે આઈટી અને ટેકનોલોજ શેરોમાં ધોવામ જોવા મળ્યું હતુ.ં સેન્સેક્સમાં ૧૫ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૫ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ.૨૮૫.૯૪ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ. ૨૮૬.૭૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૫ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૧૦ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૦૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૨૫ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૨૪ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૩૧ ટકા ઘટ્યા હતા.
આઈપીઓ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૫૬ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૧૮ ટકા, ફાઈનાન્સ ૦.૯૩ ટકા, ટેલિકોમ ૦.૩૪ ટકા, બેન્કેક્સ ૧.૨૮ ટકા, મેટલ ૧.૯૧ ટકા અને પાવર ૦.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે સીડીજીએસ ૦.૨૬ ટકા, એફએમસીજી ૦.૨૬ ટકા, એનર્જી ૦.૭૬ ટકા, હેલ્થકેર ૦.૪૧ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૪૦ ટકા, આઈટી ૩.૨૮ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૮૩ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૬ ટકા, યુટિલિટીઝ ૦.૧૦ ટકા, ઓટો ૦.૩૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૯૦ ટકા, રિયલ્ટી ૦.૬૭ ટકા અને ટેક ૨.૮૫ ટકા ઘટ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.