Homeદેશ વિદેશકોપર અને ઝિન્કમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ નરમાઈ

કોપર અને ઝિન્કમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ નરમાઈ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપરની વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગની માગ પાંખી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી પાંચનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ટીન, નિકલ, એલ્યુમિનિયમ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગ ઉપરાંત સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૩ સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
આજે સ્થાનિક ધાતુ બજારમાં મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધીને રૂ. ૨૩૮૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિમય ઈન્ગોટ્સ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૧૬૬, રૂ. ૨૨૭ અને રૂ. ૨૨૮૮ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૪૮૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ વપરાશકારોની માગ પાંખી રહેતાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૭૩૦, રૂ. ૭૨૦ અને રૂ. ૭૦૦, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૬૪૭ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૮૯ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતા ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૨૦ અને રૂ. ૨૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular