ફેડરલના ફફડાટ વચ્ચે શૅરબજારમાં કારમો કડાકો

દેશ વિદેશ

રોકાણકારોની સંપત્તિમાંથી ₹ ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારો ઝીંકવાના સંકેત મળ્યા બાદ વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં ફેલાયેલા ફફડાટને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં આઇટી, ટેકનોલોજી અને બેન્ક શેરોની આગેવાનીએ વેચવાલીનો મારો ચાલુ થઇ જતાં સેન્સેક્સે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હતા અને રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
આ ઉપરાંત, વિદેશી હૂડિયામણ બજારમાં રૂપિયામાં મોટા ધોવાણ અને વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળાને કારણે પણ સેન્ટિમેન્ટ ખોરવાયું હતું. અમેરિકા અને ચીનના વણસી રહેલા સંબંધોને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ પહેલેથી જ ડહોળાયેલું છે.
શેરબજારના પાછલા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવેલી આશંકા અનુસાર જ ખુલતા સત્રમાં જ ફેડરલના ફફડાટથી શેરબજારમાં કાSet featured imageરમો કડાકો જોવા મળ્યો હતો. સત્રની શરૂઆતે જ સેન્સેકસ ૧૪૬૬ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો હતો.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાનો સંકેત જાહેર થયા બાદ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને સ્થાનિક બજારમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ્ટી શેરોમાં પ્રારંભિક સત્રથી જ ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યા હતા.
ફુગાવાને કાબૂમાં રાખવા માટે ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલે સેન્ટ્રલ બેન્કની પોલિસી પીડાદાયક રહેવાનું કથન કર્યું હોવાથી એવી આશા પર પાણી ફરી વળ્યાં હતાં કે કેન્દ્રીય બેન્ક આર્થિક મંદીને રોકવા માટે તેના દરમાં વધારો કરવાના વલણને નરમ પાડશે.
બજારના નિષ્ણાતો એવી ચિંતા વ્યકત કરી રહ્યા છે કે અમેરિકા વ્યાજદરમાં વધારો ચાલુ રાખશે તો વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થશે અને આર્થિક વિકાસને ફટકો પડશે એવી ભીતિને પરિણામે આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી અને ઊથલપાથલનો દોર ચાલુ રહેવાની સંભાવના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.