Homeવેપાર વાણિજ્યશૅરબજાર નબળી વિકેટ પર, રોકાણકારો માટે ‘થોભો અને જુઓ’ની નીતિ શ્રેષ્ઠ: વૈશ્ર્વિક...

શૅરબજાર નબળી વિકેટ પર, રોકાણકારો માટે ‘થોભો અને જુઓ’ની નીતિ શ્રેષ્ઠ: વૈશ્ર્વિક બૅંન્કિંગ સિસ્ટમ હજુ સુધી કટોકટીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શૅરબજાર એક પછી એક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે. રશિયા અને યુક્રેનની વોરની અસરો હજું ચાલું છે ત્યાં હિન્ડેનબર્ગ નામનું વાવાઝોડું આવ્યું અને તે હજડુ શમ્યું નથી ત્યાં અમેરિકન બેન્કોની કટોકટીની આંધીએ વૈશ્ર્વિક બજારને ડહોળી નાખ્યું. આ બેન્કિંગ કટોકટીની અસરો સંકેલી લેવા અમેરિકાએ ઝડપી કવાયત તો હાથ
ધરી છે.
જોકે, નિષ્ણાતો કહે છે કે પિકચર અભી બાકી હે…સંભાળજો. નિષ્ણાતો રોકાણકારોને હાલના તબક્કે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની
સમીક્ષા હેઠળના ૨૪ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં બજાર લગભગ એક ટકા ઘટ્યું હતું. આ સતત ત્રીજા સપ્તાહની પીછેહઠ છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા દરમાં વધારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા સતત વેચવાલી અને સરકાર દ્વારા ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં આશ્ર્ચર્યજનક વધારા પછી યુરોપિયન બેન્કિંગ શેરોમાં કરેક્શન સેન્ટિમેન્ટ પર વજન
ધરાવે છે.
સેન્સેક્સ ૦.૮૦ ટકા ઘટીને ૫૭,૫૨૭ પર બંધ રહ્યો હતો અને નિફ્ટી૫૦ ૦.૯૧ ટકા ઘટીને ૧૬,૯૪૫ પર પહોંચ્યો હતો, જે જુલાઈ ૨૦૨૨ પછી સાપ્તાહિક ધોરણે સૌથી નીચું બંધ સ્તર છે. સપ્તાહ દરમિયાન ટેક્નોલોજી, ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ સુધારો નોંધાયો હતો.
નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૭૫ ટકા ગબડ્યો હતો અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ સપ્તાહ દરમિયાન ૧.૮૮ ટકા ઘટીને જુલાઈ ૨૦૨૨ પછીના સૌથી નીચા સ્તરે બંધ થયો હતો. રામ નવમીના કારણે ૩૦ માર્ચે બજારો બંધ રહેશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સ્થાનિક મોરચે ચાવીરૂપ પરિબળોની ગેરહાજરીમાં વૈશ્ર્વિક બેન્કિંગ સિસ્ટમની હલચલ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી ચાર દિવસના ટૂંકા સપ્તાહમાં બજારમાં અસ્થિર અને રેન્જબાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની ધારણા છે કારણ કે વૈશ્ર્વિક બેન્કિંગ સિસ્ટમ, ખાસ કરીને યુરોપમાં હજુ સુધી કટોકટીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. જ્યારે એમ્કે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું હતું કે બેંક નિષ્ફળતા, ફેડરલ અને બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બેઝ રેટમાં વધારો અને સતત ફુગાવાને કારણે આગામી સપ્તાહમાં પણ બજારને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે.
વૈશ્ર્વિક બેંકિંગ સિસ્ટમ પર દરેક હલચલની અસર ખાસ કરીને યુએસ અને યુરોપના સંદર્ભમાં આ સપ્તાહમાં જોવા મળશે. વીતેલા સપ્તાહમાં ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ્સ (સીડીએસ)માં ઉછાળા પછી ૨૪ માર્ચના રોજ એક તબક્કે જર્મન ધિરાણકર્તા ડોઇશ બેન્ક ૧૪ ટકાથી વધુ ઘટી જવાની તાજી ચિંતા સપાટી પર આવતાં બજાર નર્વસ હતું. તે ૬.૫ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આ ઘટાડો માર્ચ માટે કુલ નુકસાનને ૨૫ ટકાથી વધુ પર લઈ ગયો હતો.
સ્થાનિક ધોરણે ટ્રીગર ઓછા હોવાથી વિશ્ર્વબજારની અસર વધુ રહેશે. બજારના સહભાગીઓ ૩૦ માર્ચે રિલીઝ થવાના અગાઉના કેલેન્ડર વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા માટેના અંતિમ યુએસ વૃદ્ધિના આંકડાને અનુસરશે. એ નોંધવું રહ્યું કે, ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા બીજા એડવાન્સ અંદાજમાં, યુએસનો ૨.૭ ટકાનો આર્થિક વિકાસ પ્રારંભિક એડવાન્સ અંદાજમાં નોંધાયેલા ૨.૯ ટકા કરતાં નબળો હતો.
એ જ રીતે, ૨૦૨૨ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે યુકેના જીડીપી આંકડાઓ પર પણ બજારની નજર રહેશે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરોમાં ૨૫ બેસિસનો વધારો કર્યો, જે ડિસેમ્બર ૨૦૧૧ પછીનો સતત ૧૧મો વધારો છે.
આપણી વાત કરીએ તો ૩૧ માર્ચે, ફેબ્રુઆરી માટે રાજકોષીય ખાધ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા જાહર થશે. ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચાલુ ખાતા અને બાહ્ય દેવાના આંકડા પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
વિદેશી સંસ્થાઓના વલણની પણ બજાર પર અસર વર્તાશે. એફઆઇઆઇનો એકધારો આઉટફ્લો પણ ઇક્વિટી માર્કેટમાં કરેક્શન માટેનું એક કારણ હતું, જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એફઆઇઆઇ આઉટફ્લોને વ્યાપક માર્જિનથી સરભર કરવામાં સફળ રહ્યા હતા. વૈશ્ર્વિક ચિંતાઓને જોતાં આગામી સપ્તાહોમાં એફઆઇઆઇ પ્રવાહમાં સુધારો થવાની શક્યતા નથી, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
એફઆઇઆઇએ સપ્તાહ દરમિયાન રૂ. ૬,૬૫૪ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે ચાલુ મહિના માટે પ્રવાહ નેગેટિવ છે, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૯,૪૩૦ કરોડનું રોકાણ કર્યું છે.
ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટીએ દૈનિક તેમજ સાપ્તાહિક સમયમર્યાદામાં બેરીશ કેન્ડલસ્ટિકની રચના કરી છે, જે સતત બીજા સપ્તાહમાં નીચું ટોપ અને લોઅર બોટમ બનાવે છે અને નર્વસનેસ સૂચવે છે.
દૈનિક તેમજ સાપ્તાહિક સ્કેલ પર મંદીવાળા ક્રોસઓવરમાં મોમેન્ટમ ઈન્ડિકેટર રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ સાથે ઈન્ડેક્સે ફરી એકવાર ચેનલની નીચલી થ્રેશોલ્ડને તોડી નાખી, જેનાથી ટ્રેડર્સ સાવચેદત થયા હતા. આથી ૧૭,૨૦૦-૧૭,૨૫૦ ઝોન નિર્ણાયક અવરોધ બનવાની ધારણા છે, જે વટાવીને નિફ્ટી ૧૭,૪૫૦-૧૭,૫૦૦ સુધી જઈ શકે છે. ૨૦૦-ડેઈલી મૂવિંગ એવરેજ સાથે પણ તે મેળ ખાય છે.
નિફ્ટી માટે ૧૬,૮૦૦ની તાજેતરની નીચી સપાટી ૧૬,૬૦૦-૧૬,૫૦૦ના સ્તરને અનુસરીને નિર્ણાયક સપોર્ટ તરીકે કામ કરશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અગ્રણી ચાર્ટિસ્ટે કહ્યું હતું કે તેઓ તમામ નિરાશાવાદ વચ્ચે નિફ્ટી ૧૬,૬૦૦-૧૬,૮૦૦ લેવલના સપોર્ટ ઝોનને પકડી રાખવાની અપેક્ષા ધરાવે છે. જોકે, ૧૭,૨૦૦-૧૭,૪૦૦ ઝોનમાં સખત અવરોધને કારણે અપસાઇડ પણ અવરોધીત જણાય છે. દરમિયાન ઓપ્શન્સ ડેટા એવો સંકેત આપે છે કે નિફ્ટી૫૦ માટે અપેક્ષિત ટ્રેડિંગ રેન્જ નજીકના ગાળામાં ૧૬,૮૦૦-૧૭,૨૦૦ની આસપાસ હોઈ શકે છે અને વ્યાપક રેન્જ ૧૬,૫૦૦-૧૭,૫૦૦ લેવલ હોઈ શકે છે.
શેરબજારો નબળી વિકેટ પર છે, અને વૈશ્વિક સ્તરે બેંકિંગ કટોકટીએ માત્ર ઇક્વિટી બજારોમાં વેચવનાલીના દબાણમાં વધારો કર્યો છે. યુએસએ અને યુરોપના નિયમનકારોએ પણ સ્ટ્રેસ બેંકોમાંના મુદ્દાઓને ઉકેલવા અને તેની ચેપી અસરને મર્યાદિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. વ્યૂહાત્મક રીતે, અતિશય નિરાશાવાદના સંકેતો છે અને તે કેટલાક ડેટા પોઈન્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે જેમ કે એફઆઇઆઇ નેટ લોંગ પોઝિશન ઘટીને આઠ ટકાની નીચના સ્તર
પર છે.
આ અઠવાડિયું માસિક સમાપ્તિ સપ્તાહ છે અને તેથી તેના કારણે અસ્થિરતા રહેશે. એસટીટીના એમેન્ડમેન્ટ ઉપરાંત રામનવમીની રજાને કારણે ચાર સત્રનું બનેલું અઠવાડિયું વધુ અસ્થિરતા તરફ દોરી જશે. સરકારે ઓપ્શનમાં એસટીટી વધારીને ગુગલી ફેંકી. ઓપ્શન્સ ટ્રેડિંગ પર તમે કેવી અસર જુઓ છો? એવા સવાલના જવાબમાં એક નિષ્ણાતે કહ્યું હતું કે, બજારોમાં સમયાંતરે પોલિસી ફ્રેમવર્કમાં ફેરફારોને શોષવાની અસાધારણ ક્ષમતા હોય છે. ભૂતકાળમાં પણ ાપણે જોયું છે કે બજારો આખરે ટ્રાન્ઝેક્શન ખર્ચમાં થતા ફેરફારોને અનુરૂપ બન્યા છે અને ટ્રેડિંગ વોલ્યુમ સ્વસ્થ ગતિએ વધ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -