મુંબઈ : કોરોનાના કાળમાં ભારતીય શેરબજારોમાં રિટેલ રોકાણકારોનો જોવાયેલો ધસારો હાલમાં અદ્રષ્ય થઈ ગયાનું જોવા મળે છે. મહામારી સમયે એપ્રિલ ૨૦૨૦થી ઓકટોબર ૨૦૨૧ દરમિયાનની ઈક્વિટીઝ રેલીમાં શેરબજારોમાં રિટેલ સહભાગ નોંધપાત્ર ઊંચો રહ્યો હતો.
વોલેટિલિટી, ઊંચા વ્યાજ દરો, ફુગાવા તથા વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિતતાને પરિણામે રિટેલ રોકાણકારો બજારમાં નાણાં ઠાલવવાથી દૂર જઈ રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
નાણાં વર્ષ ૨૦૨૧માં રિટેલ સહભાગ જે ૪૫ ટકાની ટોચે રહ્યો હતો તે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ઘટી ૩૭.૪૦ ટકા પર આવી ગયો છે. નાણાં વર્ષ ૨૦૨૨માં ૪૦.૭૦ ટકા રહ્યો હતો. રિટેલ સહભાગ હાલમાં નાણાં વર્ષ ૨૦૧૭ બાદ સૌથી નીચો છે. ૨૦૧૭માં આ આંક ૩૬ ટકા હતો, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
ગયા વર્ષના અંતિમ ભાગમાં શેરબજારોમાં આવેલા ઘટાડાએ નવા રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરી દીધા હોવાનું કહી શકાય
એમ છે.
ભારતીય શેરબજારો હાલમાં ઓલટાઈમ હાઈ સપાટીએ છે પરંતુ રિટેલ સહભાગ ઘટી રહ્યો છે એટલું જ નહીં નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા પણ ઘટી રહી છે.
ડિસેમ્બર ૨૦૨૧ ત્રિમાસિક ગાળામાં મહિને સરેરાશ ૩૪.૫૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા હતા. પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના અંતિમ ત્રિમાસિકમાં જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નાણાં ઘરભેગા કરવાનું શરૂ કરતા અને બજાર ઘટાડા તરફી રહેતા નવા ડીમેટ ખાતા ખોલાવવાની માત્રા પણ ધીમી પડી હતી.
માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળામાં ડીમેટ ખાતા ખોલાવવાની સરેરાશ માત્રા જે ૩૦.૨૦ લાખ હતી તે વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ઘટીને વીસ લાખ પર આવી ગઈ હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
વર્તમાન વર્ષમાં કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૬૨૦૬૯ કરોડ રહ્યું છે જે ૨૦૨૧ના વર્ષમાં જોવા મળેલા રૂપિયા ૭૫૫૮૫ કરોડની સરખામણીએ ૧૮ ટકા જેટલું ઓછું છે. ૨૦૨૦ તથા ૨૦૨૧માં ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોરોનાના કાળમાં લોકડાઉન્સને કારણે લોકોએ ઘેરબેઠાં કમાણી કરવાના માર્ગ તરીકે શેરબજારમાં કામકાજ શરૂ કર્યું હતું.
જો કે હવે વર્ક ફ્રોમ હોમ સમાપ્ત થતાં અને અર્થતંત્ર ફરી ખુલ્લું થઈ જતા અને શેરબજારમાં વોલેટિલિટીને કારણે રિટેલ રોકાણકારોનો રસ હાલમાં ઘટી ગયાનું માનવામાં આવે છે. ઉ