ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલીક સ્થિતિ :-
આ સપ્તાહમાં મંગળ અને શનિનો કેન્દ્રયોગ બને છે. સૂર્ય અને પ્લૂટોનું ઓપોઝિશન થાય છે. સૂર્ય અને રાહુનો કેન્દ્રયોગ બને છે અને સપ્તાહના અંતમાં સૂર્ય અને શનિનું ઑ પોઝિશન છે. આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ.
શૅરબજાર :- આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆતી દિવસોમાં વેચવાલી આવી શકે છે. પહેલા દિવસથી બજારમાં વેચીને વેપાર કરતાં જવો હિતાવહ છે. સપ્તાહની મધ્ય સુધી વેચાણ વધારતા જવું. નિફટી, બૅંક નિફટીમાં વેચાણ વધારે રાખી શકાય. સપ્તાહના મધ્યથી અંતિમ દિવસોમાં આકસ્મિત કારણો આવતાં બજારમાં મોટી, ઝડપી વેચવાલી આવી શકે છે. મોટા ગેપ સાથે બજાર ઓપન થાય અને પછી વેચવાલી આવતા બજારમાં ગભરાહટ જોવા મળે.
મિત્રો, આ સપ્તાહમાંં પણ ગ્રહયોગોની ચાલ દેશ અને દુનિયામાં આકસ્મિત કુદરતી હોનારત, ધરતીકંપ, મોટા પૂર આવતાં હોનારત થવી. સમૂહ મૃત્યુ જેવા બનાવ, ત્રાસવાદી, આતંકવાદી હુમલા, અલગ અલગ બોર્ડર પર યુદ્ધના બનાવો બનવાના યોગો હોવાથી શૅરબજારમાં વેચવાલી આવતા સારી નરમાઈ જોવા મળે. આ સપ્તાહમાં બૅંક, રિલાયન્સ, ઓટો સેકટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી :- સોના અને ચાંદી વાયદા અને હાજર બજારમાં ભાવ નરમાઈ તરફી રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં સ્ટોક કરીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં ચાંદીમાં તેજી આવી શકે છે. આ સપ્તાહમાં સિલ્વરમાં તેજી જોવા મળે. સપ્તાહની મધ્યમાં નફારૂપી વેચવાલી આવતાં ભાવ નરમ જોવા મળે. નફો બુક કરતાં જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં મજબૂતી જોવા મળે. બજારમાં નરમ મજબૂત રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક નીચા ભાવે સ્ટોક કરીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના ચાંદી બજારમાં મજબૂત ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી લેવાલી આવતા સારા મજબૂત ભાવ જોવા મળે.
ક્રૂડ ઓઈલ : ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતાઈ બતાવી શકે છે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી :- આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતી તરફી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સિંગતેલ, કપાસિયા તેલ, એરંડા, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતા જવો. આ સપ્તાહમાં તેલ, તેલીબિયાં, કપાસિયા, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે.
આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયા, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.

Google search engine