ફેડરલના ફફડાટથી શેરબજારમાં કારમો કડાકો

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અહી વ્યક્ત કરવામાં આવેલી આશંકા અનુસાર જ આજે ખુલતા સત્રમાં જ ફેડરલના ફફડાટથી શેરબજારમાં કારમો કડાકો જોવા મળ્યો હતો.
સત્રની શરૂઆતે જ સેન્સેકસ ૧૪૬૬ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો હતો, ત્યારબાદ આ લખાઈ રહ્યું છે ત્યારે ૭૬૭ના ઘટાડાની આસપાસ ચાલી રહ્યો છે. આમ બજારે લગભગ ૫૦% ઘટાડો પચાવી લીધો છે
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં આક્રમક વધારાનો સંકેત આપતા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ્ટી શેરોમાં થયેલા નુકસાનને કારણે સોમવારે ભારતીય શેરોમાં ઘટાડો થયો હતો.
ફુગાવાને કાબૂમાં રાખવા માટે ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલની નીતિ પીડાદાયક રહેવાના કથને, એવી આશાને ફગાવી દીધી હતી કે કેન્દ્રીય બેંક આર્થિક મંદીને રોકવા માટે તેના દરમાં વધારો કરવાના વલણને નરમ પાડશે.
રેટ સેન્સિટિવ રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪% ડાઉન હતો, જ્યારે IT ઇન્ડેક્સ ૩.૫ % ઘટ્યો હતો.
ભારતીય રૂપિયો ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ ખૂલ્યો હતો, જેના કારણે સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.
બજારના નિષ્ણાતોની નજર હવે વિદેશી રોકાણકારો કેવું વલણ અપનાવે છે, તેના પર મંડાયેલી છે. બજારને આજે રિલાયન્સની એજીએમની વિગતોનો પણ ઇન્તેઝાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.