( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં ફરી સુધારો જોવા મળ્યો છે અને આજે ૧૨ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં પાછા ફર્યા છે.
ખાસ કરીને ફાઈનાન્સિયલ્સ સેકટર ના શેરો એ બુધવારે તેજીની આગેવાની લીધી હતી, જે તેમના એશિયન પિઅર્સની વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
વૈશ્વિક બેંકિંગ કટોકટીની ચિંતાઓ હળવી થવા સાથે ઇકવિટી બજારમાં વિશ્વાસ પાછો ફરતા એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે અદાણી જૂથના શેરોમાં કંપનીની સ્પષ્ટતા પછી ઉછાળો આવ્યો હતો અને તેનો પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. એક રિસર્ચ રિપોર્ટમાં અદાણીના ડેટની પુનઃ ચુકવણી અને ગીરવે મુકાયેલા શેર બાબત સવાલો ઉઠાવાયા પછી મંગળવારે અદાણી જૂથના શેરોમાં વેચવલી અને નીચલી સર્કિટ જોવા મળી હતી.
જોકે અદાણીએ કરેલી સ્પષ્ટતા બાદ આજે તેના શેરોમાં સુધારો આવ્યો હતો. દરમિયાન, 13 મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 12 આગળ વધ્યા. હેવીવેઇટ ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 0.8% વધ્યો, જેમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી અને એચડીએફસી બેંક ટોચના ગેનર્સમાં હતા. બજારમાં તાજેતરના કરેક્શને વેલ્યુએશનને વધુ આકર્ષક બનાવ્યા છે, એમ બ્રોકરેજ જેફરીઝે એક નોંધમાં જણાવ્યું હતું. માર્ચના મધ્યમાં સિલિકોન વેલી બેંકના પતન પછી નિફ્ટી 50 2 ટકા કરતા વધુ ઘટ્યો છે.