(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્તાહ અને નાણાકીય વર્ષના અંતિમ સત્રમાં આજે શેર બજારમાં સતત ત્રીજા દિવસે ખુલતા સત્રમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. ખુલતા સત્રમાં સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો હતો અને નીતિએ નિફ્ટી એ 17200 ની સપાટી પાર કરી નાખી હતી. બજારના સાધનો અનુસાર વિશ્વ બજારમાં તેજીનો પવન ફૂંકાયો હોવાથી તેની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી. નિષ્ણાતો કહે છે કે અમેરિકાની બેંકોનું સંકટ ટળી ગયું હોય એવા અણસારને કારણે તેમજ ચીનના અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો હોવાના અહેવાલો વચ્ચે યુરોપ અને એશિયાના શેરોમાં લેવાલી વધી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે છેલ્લા બે દિવસથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાની અટકી છે અને તેમણે લેવાલી શરૂ કરી હોવાથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કેટલાક આર્થિક ડેટા આવી રહ્યા છે અને તેની અસર આગામી સમયમાં દેખાશે.