શેર બજાર

સેન્સેક્સમાં આઠમા દિવસે આગેકૂચ ચાલુ રહી, પરંતુ નિફટી ૨૦,૦૦૦ હાંસલ કરવામાં નિષ્ફળ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેરબજારે સતત આઠમા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી અને નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ૨૦,૧૧૦ પોઇન્ટની ઊંચી સપાટીને પાર કરી હતી. જોકે, પાછળથી પ્રોફિટ બુકિંગ વચ્ચે તમામ સુધારો ધોવાઇ ગયો હતો અને નિફ્ટી નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. સેન્સેક્સ જોકે સાધારણ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં આગળ વધીને ૬૭,૨૦૦ની ઉપર પહોંચ્યો હતો. આ સત્રમાં મિડકેપ, સ્મોલકેપ્સ શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું.
ગેપ-અપ સ્ટાર્ટ પછી, બજાર દબાણ હેઠળ આવ્યું હતું અને નિફ્ટી સારી અફડાતફડી સાથે ૨૦,૦૦૦ની આસપાસ અથડાતો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ સૂચકાંકો ૬૭,૫૩૯.૧૦ અને ૨૦,૧૧૦.૩૫ની પોતપોતાની ઇન્ટ્રાડે હાઈથી ૩૧૮ અને ૧૧૭ પોઈન્ટ ઘટી ગયા હતા.
સત્રને અંતે સેન્સેક્સ ૯૪.૦૫ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૬૭,૨૨૧.૧૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૧૨.૦૨ પોઇન્ટ અથવા તો ૦.૬૧ ટકાના વધારા સાથે ૬૭,૫૩૯.૧૦ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. નિફ્ટી સત્રને અંતે ૩.૧૦ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૧૯,૯૯૩.૨૦ પર હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૧૧૪ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકાના વધારા સાથે ૨૦,૧૧૦.૩૫ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. મિડકેપ, સ્મોલકેપ્સ ૨૦૨૩માં સૌથી વધુ ઘટાડા પછી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીને બાદ કરતા તમામ સેક્ટરોમાં વેચવાલી હોવા છતાં ૧૨ સપ્ટેમ્બરના રોજ અત્યંત અસ્થિર સત્રમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ થોડા ફેરફાર સાથે જ બંધ થયા હતા. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં ટીસીએસ, એલએન્ડટી, ઇન્ફોસિસ, ડિવિસ લેબ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ હતોે, જ્યારે એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઇઝ અને કોલ ઇન્ડિયા ટોપ લુઝર્સમાં સામેલ હતા. મૂડીબજારમાં હલચલ ચાલુ રહી હતી. સામ્હી હોટેલ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ૧૪મીએ ખુલશે અને ૧૮મી સપ્ટેમ્બરે બંધ થશે.
પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૧૯થી રૂ. ૧૨૬ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ લોટ ૧૧૯ ઇક્વિટી શેર્સ છે અને તે પછી ૧૧૯ ઇક્વિટી શેરના ગુણાંકમાં છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે. યાત્રા એનલાઇન ૧૫મી સપ્ટેમ્બરે જાહેર ભરણું લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૫થી રૂ. ૧૪૨ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ લોટ ૧૦૫ ઇક્વિટી શેરનો અને ત્યારબાદ ૧૦૫ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે. એકધારી તેજી પછી વેલ્યુએશન્સ અંગે ચિંતા સપાટી પર આવતા પ્રોફિટ બુકિંગ શરૂ થયું હતું અને બંને બેન્ચમાર્કનો સુધારો ધોવાયો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં વધુ ધોવાણ જોવા મળ્યું હતું. જોકે, વિશ્ર્લેષકો માને છે કે કરેકશન થોટા સમય માટે રહેશે કારણ કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને લાંબાગાળાના રોકાણમાં ફાયદો રહેશે.
વિશ્ર્વબજારમાં અમેરિકાના શેરબજાર સોમવારે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા, જેની પાછળ એશિયામાં ટોકિયો સ્ટોક એક્સચેન્જ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. જોકે, સિઓલ, શાંધાઇ અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં નરમાઇ રહી હતી.
યુરોપના શેરબજારોમાં ખૂલતા સત્રમાં મિશ્ર વલણ રહ્યું હતું. એફઆઇઆઇએ સોમવારે રૂ. ૧૪૭૩.૦૯ કરોડની લેવાલી નોંધાવી હતી. ક્રૂડ ઓઇલના ભાવ બેરલદીઠ ૯૧.૩૧ ડોલર બોલાયા હતા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ ૨૦૨૩માં સૌથી વધુ ઘટાડો નોંધાવ્યો હતો, જે અનુક્રમે ૩ ટકા અને ૪ ટકા ઘટ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (૧ ટકા સુધી) સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને રિયલ્ટી પ્રત્યેક ૧-૩ ટકાના ઘટાડા સાથે લાલ રંગમાં સમાપ્ત થયા હતા.સેન્સેક્સમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૨.૯૧ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૧.૬૮ ટકા, ઈન્ફોસિસ ૧.૬૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૯ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૮ ટકા વધ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?