શેર બજાર
આઈટી, ટેક અને બેન્કેક્સ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડેક્સ ગબડ્યા
મુંબઇ: સેન્સેક્સ સોમવારે શુક્રવારના ૬૭,૧૨૭.૦૮ના બંધથી ૯૪.૦૫ પોઈન્ટ્સ વધ્યો હતો. સેન્સેક્સ ૬૭,૫૦૬.૮૮ ખૂલી, ઉપરમાં ૬૭,૫૩૯.૧૦ સુધી, નીચામાં ૬૬,૯૪૮.૧૮ સુધી જઈ અંતે ૬૭,૨૨૧.૧૩ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૧૮.૬૬ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૮ ટકા, બીએસઈ મીડ કેપ ૨.૯૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૨૨ ટકા ઘટ્યા હતા.