આજે વેલેન્ટાઈન ડે છે. પ્રેમીઓ માટે આ દિવસ ખાસ છે. દર વર્ષે 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી ‘વેલેન્ટાઈન વીક’ ઉજવવામાં આવે છે. આ અઠવાડિયે યુગલો તેમના પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન સપ્તાહ 7મી ફેબ્રુઆરીના રોજ ‘રોઝ ડે’થી શરૂ થાય છે. વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે આવો જાણીએ વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાની લવ સ્ટોરી વિશે…
રતન ટાટા ચાર વખત પ્રેમમાં પડ્યા. પરંતુ તેઓ હજુ પણ સિંગલ છે. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ તેમની અધૂરી લવ સ્ટોરી વિશે વાત કરી હતી. તેઓએ કહ્યું કે જ્યારે તેઓ અમેરિકામાં કામ કરતા હતા ત્યારે તેઓ પ્રેમમાં પડ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના દાદીની તબિયત લથડી હતી. તેમની દાદી ભારતમાં હતી અને રતન ટાટાને મળવા માગતી હતી. તેથી રતન ટાટાને ભારત પરત ફરવું પડ્યું. તે સમયે રતન ટાટાની ગર્લફ્રેન્ડ પણ ભારત આવી રહી હતી. બંને લગ્ન કરવાના હતા, પરંતુ તે સમયે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેથી તેમની ગર્લફ્રેન્ડ ભારત આવી ન હતી. થોડા સમય પછી તેના લગ્ન અમેરિકાના એક પુરુષ સાથે થયા.’
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) ના એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ઘણા અંગત અનુભવો શેર કરતી વખતે, રતન ટાટાએ કહ્યું હતું કે, હું મારા જીવનમાં ચાર વખત પ્રેમમાં પડ્યો, પરંતુ હું હજી પણ સિંગલ છું. દરેક વખતે કોઈને કોઈ કારણસર લગ્ન થઈ શક્યા નહીં.
સિમી ગરેવાલના શોમાં રતન ટાટાએ તેમના અંગત જીવનની પણ ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘ક્યારેક હું જીવનમાં એકલતા અનુભવું છું અને અનુભવું છું કે મારી સાથે કોઈની જરૂર છે,’ પરંતુ પછી તેઓએ કહ્યું કે તેઓ સિંગલ છે, જે એક રીતે સારું છે કારણ કે તેમને કોઈની ચિંતા કરવાની જરૂર નથી. જેથી તેઓ વધુ સારી રીતે કામ પર ધ્યાન આપી શકે છે.
આધારભૂત સૂત્રો જણાવે છે કે રતન ટાટાની બાયોપિક ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. રતન ટાટાના રોલ માટે એક્ટર અભિષેક બચ્ચન કે એક્ટર સુર્યાની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં રતન ટાટાનો રોલ કયો એક્ટર કરશે? દર્શકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી જશે.