નવી દિલ્હીઃ બોલીવૂડ જ નહીં, પરંતુ દુનિયાભરમાં જાણીતા પુષ્પા ફિલ્મથી દરેક કલાકાર જાણીતા બની ગયા છે. આ ફિલ્મમાં આઈટેમ સોંગ કરનારી સામંથા રુથ પ્રભુએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કબૂલાત કરી હતી કે લગ્નજીવનમાં ભંગાણ પડયા પછી હું ઘરમાં બેસી રહી નહોતી. પરિવારે સાથ તો આપ્યો હતો, પરંતુ લગ્ન તૂટ્યા પછી ઘરમાં બેસી રહેવાનો આગ્રહ રાખ્યો હતો. આ બાબતમાં વિગતવાર સામંથા રુથ પ્રભુ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે મારી નાગા ચૈતન્યથી લગ્ન તૂટ્યા પછી તરત જ મને પુષ્પા ફિલ્મના ગીત ઉ અંટાવાની ઓફર મળી હતી અને એ જ વખતે હું મારા પતિથી અલગ થઈ હતી.
આ અંગે સમંથાએ કહ્યું હતું કે આ સમયમાં મને પરિવારે તો સંપૂર્ણ સપોર્ટ આપ્યો હતો, પરંતુ આ ગીતની ઓફર પછી તમામ લોકોએ કરવા માટે મનાઈ કરી હતી. તેમણે કહ્યું હતું કે હમણા તમે અલગ થયા છો તો તારે ઘરે રહેવું પડશે. તારે કોઈ આઈટેમ સોંગ કરવાનું જરુરી નથી, કારણ કે હમણા તમે છૂટાછેડા લીધા હતા. આ મુદ્દે સામંથાએ કહ્યું હતું કે મારા પરિવાર તો પરિવાર પણ મારા મિત્ર વર્તુળ મને દરેક બાબતમાં સાથે રહેતા હોય છે, પણ તેમને પણ આઈટેમ સોંગ કરવા મનાઈ કરી હતી. પણ આ બાબતમાં હું મક્કમ હતી અને મારા મિત્ર વર્તુળને પણ કહ્યું હતું કે અમે અલગ થયા છીએ, તેથી હું ઘરે બેસવાની નથી, કારણ કે મેં કોઈ ગુનો કર્યો નહોતો. મેં મારા લગ્નજીવનને 100 ટકા આપ્યા હતા, તેથી હવે લગ્ન તૂટવા માટે કોઈ પસ્તાવો નથી, એવું જણાવ્યું હતું.