અમદાવાદઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જવલ્લે જ દેખાતી બીમારી સ્ટીવન જોન્સન સિન્ડ્રોમનો દર્દી દાખલ થયો હતો. આ રોગ 10 લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે.
સુત્રોના જણાવ્યા મુજબ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાખોમાં એક એવી બીમારી જવલ્લે જ દેખાતી સ્ટીવન જોન્સન સિન્ડ્રોમના દર્દીને હોસ્પિટલના એમઆઈએસયુ વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દી વરાછા વિસ્તારનો છે અને 19 વર્ષીય છે. દર્દીને શુગર અને શ્વાસની તકલીફ સાથે વીસેક દિવસથી ટીબીની પણ દવા ચાલી રહી હતી. જેને પગલે તેને ટીબી વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. આ પહેલા પણ આ પ્રકારનો કેસ સુરતમાં આવ્યો હતો. ત્યારે ફરી એક દર્દી સુરતમાં જોવા મળ્યો છે. આ દર્દીને સોમવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારની બીમારી 10 લાખ લોકોમાંથી ફક્ત એક અથવા બે વ્યક્તિઓમાં જોવા મળે છે. આ બીમારી થવા પાછળનું કારણ વધુ પડતી દવાઓ લેવાના કારણે અલગ અલગ પ્રકારની ચામડીના રોગોનું રિએક્શન થાય છે. આ બીમારીમાં 42 થી 50 ટકા કેસોમાં લોકોના મોત થઈ જાય છે.
સુરત સિવિલમાં સ્ટીવન જોન્સન સિન્ડ્રોમનો દર્દી દાખલ થયો…
RELATED ARTICLES