સાવકી માતાએ પાંચ વર્ષની પુત્રીને ડામ આપીને, માથામાં મારીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના પુણેના ઉત્તમનગરના શિવણે ખાતે બની હતી ડોક્ટરોને શંકા આવતા તબીબી તપાસ કરતાં આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.
શ્વેતા રાજેશ આનંદ (5)ની હત્યા સાવરી માતા રીતિકા (35) દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રીતિકાની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ હવાલદાર આનંદ ઘોલપે ફરિયાદ નોંધાવી છે અને એ માટે ઉત્તમ નગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શ્વેતાના પિતા આનંદ રાજેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજેશની પહેલી પત્નીનું મૃત્યુ થયા બાદ તેણે રીતિકા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. શ્વેતાને મમ્મીની યાદ આવતા તે રડતી હતી અને એનો ગુસ્સો મનમાં રાખીને રીતિકાએ બે-ત્રણ દિવસથી તેને શરીર પર ડામ આપીને મારપીટ કરતી હતી. આ મારપીટને કારણે શ્વેતા બેહોશ થઈ ગઈ હતી અને રીતિકા શ્વેતાને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. રીતિકાએ શ્વેતાને ફિટ આવતા તે બેભાન થઈ ગઈ હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું. પરંતુ સારવાર પહેલાં જ શ્વેતાનું મૃત્યુ થઈ ગયું હતું.
શ્વેતાના શરીર પર ઈજા અને ડામના નિશાન જોઈને ડોક્ટરને શંકા થઈ અને ડોક્ટરોએ આ બાબતની માહિતી પોલીસને આપી હતી. પોસ્ટમોર્ટમમાં શ્વેતાનું મૃત્યુ માથામાં લાગેલા માર અને શરીર પર આપવામાં આવેલા ડામને કારણે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની જાણ થતાં જ પોલીસે રીતિકાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દીકરી રડતી હોવાનો ગુસ્સો મનમાં રાખીને સાવકી માતાએ દીકરી સાથે કર્યું આવું કંઈક…
RELATED ARTICLES