મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગીર છોકરી (16) પર તેના 42 વર્ષના સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સગીરાની માતાનો બીજો પતિ છે. મહિલાએ ત્રણ લગ્ન કર્યા છે. તે ત્રીજા પતિ સાથે રહે છે અને પીડિતા પહેલા પતિની પુત્રી છે. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને એની સામે કેસ નોંધ્યો છે.
સપ્ટેમ્બરમાં આવી જ એક ઘટનામાં પોલીસે 50 વર્ષીય વ્યક્તિની તેની સગીર સાવકી પુત્રી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા બે વર્ષથી તેની સૌથી મોટી સાવકી દીકરીનું જાતીય શોષણ કરતો હતો. તેની પત્નીએ તેની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાની માતાએ તેના પતિને ઘરમાં બાળકી પર બળાત્કાર કરતાં પકડ્યો. પીડિતાની માતાએ અગાઉ પતિના દુર્વ્યવહારની નોંધ લીધી હતી અને તેના પતિને તેનું પુનરાવર્તન ન કરવા કડક ચેતવણી આપી હતી. આખરે મહિલાએ પુરુષને રંગે હાથે પકડીને FIR નોંધાવી હતી. આરોપી વ્યવસાયે ડ્રાઈવર હતો. તે તેની પત્ની અને ત્રણ સાવકી દીકરીઓ સાથે મુલુંડમાં રહેતો હતો.
સાવકા પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી
RELATED ARTICLES