કોંગ્રેસ નેતાની દીકરીને નડ્યો અકસ્માત, ગુમાવ્યો જીવ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક રોડ એક્સિડેન્ટમાં કોંગ્રેસ નેતાની સાવકી દીકરીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકરણે પોલીસે આપેલી માહિતી અનુસાર શમશા બાદ રંગા રેડ્ડી જિલ્લામાં કોંગ્રેસ નેતા ફિરોઝ થાનની દીકરી તાનિયા કાકડે (25) શમશાબાદ એરપોર્ટ રોડથી પોતાની કારમાં જઈ રહી હતી તે દરમિયાન કારની ડિવાઈડર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ત્યારે તાનિયાનું ઘટનાસ્થળે મોત થયું હતું. તાનિયા સાથે કારમાં સવાર અન્ય બે લોકોને પણ મામૂલી ઈજા પહોંચી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.