ભારતીય નૌકાદળમાં આ આધુનિક વોરશિપ સામેલ કરાઈ

38

આ વોરશિપને 75 ટકાથી વધુ સ્વદેશી ટેકનલોજીથી બનાવેલ છે
મુંબઈઃ ભારતીય નૌકાદળની શક્તિ દરિયામાં વધુ વધી ગઈ છે, જે અંતર્ગત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં આઈએનએસ મોરમુગાઓની ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવનારી ચાર વિશાખાપટ્ટનમ ક્લાસ ડ્રિસ્ટ્રોયરમાંથી બીજી ડિસ્ટ્રોયર છે, જેમાં એક ડ્રિસ્ટ્રોયર તો ભારતીય નોકાદળને આપવામાં આવી છે. આ વોરશિપની લંબાઈ 163 મીટર છે, જ્યારે તેનું વજન 7400 ટન છે. આ વોરશિપ ચાર પાવરફુલ ગેસ ટરબાઈનથી ચાલે છે, જ્યારે તેની મહત્તમ સ્પીડ 30 નોટિકલ્સ માઈલ્સ સુધીની છે. આ વોરશિપની અનેક વિશેષતા પૈકી તે દુશ્મનની નજરથી બચી શકતીનથી અને સરળતાથી દુશ્મનના રડારને પણ શોધી શકશે નહીં.

(સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં આ આધુનિક વોરશિપ નોકાદળમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. તસવીરોઃ અમય ખરાડે)

આ વોરશિપમાં મોર્ડન સર્વેલન્સ રડાઈ પણ લાગેલા છે, જ્યારે તેની દુશ્મનની સબમરીનને નષ્ટ કરવા માટે રોકેટ લોન્ચર અને ટોરપીડ લોન્ચર પણ હોય છે. આ વોરશિપનું મોરમુગાઓ ગોવાના ઐતિહાસિક પોર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. વોરશિપની ખાસિયત પૈકી કોઈ પણ વોરશિપને મિસાઈલને હાથતાળી આપવા સક્ષમ છે, જ્યારે આ વોરશિપમાં 50 અધિકારી સાથે 300 નૈકાદળના સૈનિકને તહેનાત કરી શકાય છે. એટલું જ નહીં. આ વોરશિપ 75,000 વર્ગ કિલોમટીરના દરિયાઈ ક્ષેત્રની દેખરેખ રાખવા માટે સક્ષમ છે. ઉપરાંત, આ વોરશિપમાં બરાક-આઠ મિસાઈલ લગાવી શકાય છે, જ્યારે દેશની સૌથી મોટી ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. બે એન્ટિ સબમરીન રોકેટ લોન્ચર છે. ખરાબ હવામાનમાં પણ નોકાદળના હેલિકોપ્ટર પણ લેન્ડ કરી શકે છે. મલ્ટફંક્શનલ સર્વેલન્સ થ્રેટ એલર્ટ રડાર એમએફ સ્ટાર પણ બેસાડવામાં આવેલ છે, જ્યારે હવાના લક્ષ્યાંકને પણ સાધી શકે છે, જ્યારે ઉડતા વિમાન પર 70 કિલોમીટર અને જમીન અને દરિયામાં 300 કિલોમીટર દૂરના ટાર્ગેટને પણ સાધી શકે છે, એમ સત્તાવાર જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!