Homeસ્પેશિયલ ફિચર્સસંભાળજો, હજી આકરી ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે, તાપમાનમાં 1 2...

સંભાળજો, હજી આકરી ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે, તાપમાનમાં 1 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

સંભાળજો, હજી આકરી ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે, તાપમાનમાં 1 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ગરમીનું મોજું ફરી વળ્યુ છે અને અમુક રાજ્યોમાં તો હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીનો આ કહેર હજી યથાવત છે અને હજી થોડાક સમય સુધી તો તેમાંથી રાહત મળવાની કોઈ જ આશા નથી દેખાઈ રહી. દેશના અનેક શહેરોમાં તાપમાન રેકોર્ડબ્રેક કરી રહ્યું છે. રવિવારે દિલ્હીના નજફગઢમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન, રિપોર્ટ જાહેર કરતી વખતે, હજી તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.

વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનના રિપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વર્ષ 1900થી પૃથ્વીના તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને દર 1-2 વર્ષે પૃથ્વીના તાપમાનમાં વધારો થવાનો સિલસિલો હજી જળવાઈ રહ્યો છે. હાલમાં ભારતમાં એટલી તીવ્ર ગરમી પડી રહી છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સોમવારે દેશના અનેક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી ગયું હતું. તે જ સમયે, ‘લૂ’ પણ ઘણા દિવસોથી દેશમાં તબાહી મચાવી રહી છે. રિપોર્ટમાં માત્ર ભારત માટે જ નહીં પરંતુ બાંગ્લાદેશ, થાઈલેન્ડ જેવા દક્ષિણ એશિયાના ઘણા દેશો માટે ચેતવણી આપવામાં આવી છે.

રિપોર્ટ બનાવવા માટે સૌથી પહેલા એવું માનવામાં આવે છે કે 41 ડિગ્રી તાપમાન પૃથ્વી માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં તે તાપમાન પાર કરી ગયું છે. આ રિપોર્ટ દક્ષિણ એશિયાના દેશોની ગરમી અને ભેજના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પૃથ્વીના વધતા તાપમાનને કારણે આ દેશોમાં બે ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અને આગામી વર્ષોમાં તે વધુ વધી શકે છે. આ માટે ક્લાઈમેટ ચેન્જ જેવી કુદરતી આપદાઓ જવાબદાર છે.

હાલતમાં જ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં મળી રહેલી માહિતી મુજબ, ભારતમાં હવામાન પરિવર્તનના કારણે આકરી ગરમી વધુને વધુ ગંભીર બની રહી છે. અભ્યાસ મુજબ, દેશના 90 ટકાથી વધુ વિસ્તાર “હાઈ એલર્ટ” કેટેગરીમાં છે અથવા તેની અસરોના “જોખમમાં” છે.

વધી રહેલી ગરમીને કારણે વીજળીની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઉનાળાની મોસમમાં મંગળવારે વીજળીની માંગ વધીને 6,916 મેગાવોટ થઈ હતી, જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગયા ઉનાળામાં 7,695 મેગાવોટની પીક પાવર ડિમાન્ડ નોંધાઈ હતી અને આ વર્ષે તે 8,100 મેગાવોટ સુધી પહોંચી શકે છે, એવી શક્યતા પણ અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -