(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં રૂ. ૨૧૭.૧૯ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં
આવી હતી.
ગુજરાતમાં ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાના કામ અંગે પુછેલા સવાલનો લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગ માટે રૂ.૨૧૯.૧૭ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ રસ્તો બનવાથી સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સીધું જોડાણ થશે. જેના કારણે સમય અને ઈંધણની બચત થશે. તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત, આ રસ્તાઓ સાથે સંકળાયેલા પૂર્વ પટ્ટીના સરહદીય વિસ્તારનાં શહેરો, ગામડાઓ તથા પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ થશે.
આ રસ્તાના નિર્માણથી સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે તેમ ઉમેરવામાં આવ્યું હતું. ઉ