મોરબીમાં ગત રવિવારે બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાએ 135 લોકોનો જીવ લીધો છે. જેને લઈને ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં આજે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે તેમજ કોઈ પ્રકારના સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો નહિ યોજાશે.
મોરબી શહેરમાં બપોરે 12.00 વાગે મૌન રેલી કાઢવામાં આવશે. આવશ્યક વસ્તુઓની દુકાન સિવાય મોરબીની બજાર સંપૂર્ણ બંધ રહેશે. મોરબીમાં આવેલા સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોએ આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવશે. વેપારી એસોસિએશન દ્વારા મોરબી બંધ રાખવામાં આવ્યા બાદ મંગળવારે સિરામિક એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, પોલીપેક એસોસિએશન, ઘડિયાળ ઉદ્યોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી શોકમય બંધ પાડ્યો હતો.
મોરબી બ્રિજ દુર્ઘટનાનાં કેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીઓમાંથી ચાર આરોપીઓના શનિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બાકીનાં પાંચ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી પર્સન તેમજ બે ક્લાર્કને જેલ હવાલે કરાયા છે.
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે રાજ્યવ્યાપી શોક
RELATED ARTICLES