સુંદર પિચાઈ જેવો કમાલ, ભારતીયના હાથમાં દુનિયાની સૌથી પ્રખ્યાત કંપનીની કમાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ બિઝનેસ

દુનિયાની સૌથી પ્રખ્યાત અને મોટી કંપની સ્ટારબક્સને નવા સીઈઓ મળી ગયા છે. ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનની વરણી સ્ટારબક્સના સીઈઓ તરીકે કરવામાં આવી છે. પહેલી ઓક્ટોબરથી તેઓ કંપનીમાં જોડાશે અને હોવર્ડ શુલ્ટ્ઝ(Howard Schultz)ની જગ્યા લેશે.

મળતી માહિતી અનુસાર સ્ટારબક્સના ચેરપર્સન મેલોડી હોબ્સને જણાવ્યું હતું કે, જ્યારે મને લક્ષ્મણના આવવાની ઇચ્છા વિશે ખબર પડી, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે સ્ટારબક્સને તેના પછીના ચેપ્ટરમાં લઇ જવા માટે તે યોગ્ય પસંદગી છે. તેઓ આ કાર્યને આકાર આપવા અને તેમના ભાગીદાર-કેન્દ્રિત અભિગમ સાથે કંપનીનું નેતૃત્વ કરવા માટે વિશિષ્ટ રીતે પ્રતિકૂળ છે અને તેમણે ડેવલપ અને ઉભરતા એમ બંને બજારોમાં ક્ષમતાઓનું નિર્માણ કરવા અને વિકાસને આગળ ધપાવવાનો ટ્રેક રેકોર્ડ દર્શાવ્યો છે.

સ્ટારબક્સના સીઈઓ તરીકે નરસિમ્હનની વરણી થયા બાદ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર ભારતીય ટેલેન્ટની તારીખ કરતાં લખ્યું હતું કે, શરૂઆતમાં જે પાણીનું ટીપું હતું તે હવે સુનામીમાં પરિવર્તિત થઈ ગઈ છે. દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓની વરણી હવે એક ટ્રેન્ડ બની ચૂક્યો છે. ઈન્ટરનેશનલ બોર્ડરૂમમાં તેમને લિડરશિપ સોંપવી સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.

લક્ષ્મણ નરસિમ્હનનું આવું છે કરિયર

સ્ટારબક્સ પહેલા, નરસિમ્હન મેકકિન્સે એન્ડ કંપનીમાં(McKinsey & Company) સિનિયર પાર્ટનર તરીકે કાર્યરત હતા. તેઓ બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન(Brookings Institution)ના ટ્રસ્ટી પણ છે. લક્ષ્મણ સપ્ટેમ્બર 2019માં રેકિટમાં જોડાયા હતા અને 1999 માં લોન્ચ થયા પછી કંપનીમાં પદ સંભાળનારા પ્રથમ બાહ્ય ઉમેદવાર બન્યા હતા.
લક્ષ્મણ નરસિમ્હને પેપ્સિકોમાં વૈશ્વિક મુખ્ય વાણિજ્યિક અધિકારી તરીકે અનેક નેતૃત્વની ભૂમિકા પણ ભજવી છે. નરસિમ્હને લેટિન અમેરિકા, યુરોપ અને ઉપ-સહારા આફ્રિકામાં કંપનીના ઓપરેશન્સના સીઇઓ તરીકે પણ સેવા આપી છે અને અગાઉ પેપ્સિકો લેટિન અમેરિકાના સીઇઓ અને પેપ્સિકો અમેરિકા ફૂડ્સના સીએફઓ તરીકે સેવા આપી ચૂક્યા છે.

પુણેથી કર્યું હતું એન્જિનિયરિંગ

નરસિમ્હને પુણે યુનિવર્સિટીની કોલેજ ઓફ એન્જિનિયરિંગથી ડિગ્રી મેળવી હતી અને બાદમાં યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાના વાઈર્ટન બિઝનેસ સ્કૂલમાં એમબીએ કર્યું હતું. પુણેમાં જન્મેલા નરસિમ્હને જર્મનીમાં માસ્ટર્સનું ભણતર પણ પૂરું કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.