Homeફિલ્મી ફંડાઆ સ્ટેન્ડઅપ કોમેડિયનનો શો રદ થયો

આ સ્ટેન્ડઅપ કોમેડિયનનો શો રદ થયો

હાસ્ય કલાકારે કહ્યું- ‘અસુવિધા બદલ માફ કરશો’

સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસ સતત ચર્ચામાં રહતો હોય છે. ફરી એકવાર તેમના વિશે સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, વીર દાસનો બેંગ્લોરમાં યોજાયેલો શો કેન્સલ કરવામાં આવ્યો છે. દક્ષિણપંથી સંગઠનોના ભારે વિરોધ બાદ શો રદ કરવામાં આવ્યો છે.
શુક્રવારે બેંગલૂરુમાં વીર દાસનો શો થવાનો હતો, પરંતુ કેટલાક હિન્દુવાદી સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. તેમનો આરોપ છે કે આ શોને કારણે હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે.
આ શો 11 નવેમ્બર, 2022ના રોજ સાંજે 5.30 કલાકે થવાનો હતો. પરંતુ હવે શોના આયોજકોએ પોતે એક નિવેદનમાં શો રદ્દ થવાની પુષ્ટિ કરી છે. આયોજકોએ પત્ર જારી કરીને કહ્યું છે કે શો રદ કરવામાં આવ્યો છે. આ સાથે કોમેડિયન વીરદાસે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.
વીર દાસે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતા કહ્યું કે, ‘અનિવાર્ય સંજોગોને કારણે, અમે બેંગલુરુમાં શોને મુલત્વી રાખ્યો છે. નવી તારીખ અને માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. તકલીફ માટે માફી ચાહું છું.’ આ સિવાય વીર દાસે કેપ્શનમાં લખ્યું છે, ‘ટૂંક સમયમાં બેંગ્લોરમાં મળવાનું છે! તમને રિફંડ મળશે અથવા જો તમે ઇચ્છો તો તેને નવી તારીખોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ મળશે.
હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા મોહન ગૌડાએ કહ્યું, “કોમેડિયન વીર દાસે ભારત, ભારતીય મહિલાઓ અને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. અમે શો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હિંદુ સંગઠનોના આંદોલનને કારણે આ શો રદ કરવામાં આવ્યો છે. જ્યાં પણ આવા લોકો કોમેડીના નામે હિન્દુ ધર્મનું અપમાન કરે છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular