ટેક-વ્યૂ -વિરલ રાઠોડ
સીઝન શરૂ થઈ ગઈ છે મેચ ટુ બેક રમાઈ રહી છે. આવા વાતાવરણમાં એક વાત તો નક્કી છે કે ટેકનોલોજી અને ટૂરિઝમ બંને ચરમસીમાએ છે. દર્શકોનો દિવસે દિવસે વધી રહેલો ઉત્સાહ છેક સોશિયલ મીડિયા સુધી જોવા મળે છે. ગત અંકથી સ્ટેડિયમ ટેકનોલોજીની વાત આગળ વધારતા શ્રીમંત રહેમાન કહે છે કે, ફીફા ટુર્નામેન્ટના દરેક સ્ટેડિયમ ડિજિટલ રીતે એટલા પ્રોપરલી મેપ કરાયા છે કે એમાં કોઈ પ્રેક્ષક એન્ટ્રી કે એક્ઝિટ વખતે પણ કેમેરો ન જોઈએ તો પણ ખબર પડી જાય. જે કાર્ડ આપવામાં આવેલા છે એ કોઈ સામાન્ય પ્લાસ્ટિક કાર્ડ નથી, પરંતુ એ તમામ ડિજિટલ ફિચર કાર્ડ છે જેમાં ઈન્ટ્રી લે ત્યારે પણ એક્સેસનો એક ડેટાબેઝ જનરેટ થાય છે. આવી પરિસ્થિતિ એ જો કોઈ કાર્ડ નકલી જણાઈ આવશે તો એન્ટ્રી માટેનો ગેટ ખુલશે જ નહીં.
આતો થઈ સુરક્ષા વ્યવસ્થા ની વાત હવે કરીએ સમગ્ર પ્રસારણની વાત. ઓલમ્પિક હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રસારણનો સૌથી મોટો આધાર કેમેરા અને કંટ્રોલરૂમ હોય છે. દરેક કેમેરામેન કંટ્રોલરૂમ સાથે ટોક બેક સિસ્ટમથી જોડાયેલો હોય છે. જેમાં કંટ્રોલ રૂમમાંથી કમાન્ડ આવે તો સીધા કેમેરામેન ના ઇયરફોન સુધી પહોંચે છે. જ્યારે કેમેરા કોઈ એક પિક્ચર ફ્રેમ કરે છે ત્યારે એનું પ્રિવ્યુ સ્કિન સુધી કેવો અને કેટલો દેખાશે એ કંટ્રોલરૂમ મેનેજર નક્કી કરે છે. જ્યારે પણ કોઈ મેચ રમાંતી હોય ત્યારે એક મેદાનમાં ઓછામાં ઓછા ૨૬ કેમેરા હોય છે. પરંતુ આ વખતે ની શાહ ટુર્નામેન્ટમાં ૪૬ કેમેરા એ અને પાંચ ડ્રોન કેમેરા હૈ તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
કંટ્રોલરૂમ અને બ્રોડકાસ્ટ રૂમ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે કંટ્રોલરૂમમાં જેટલા કેમેરા એટલી સ્ક્રીન જોવા મળે છે. જ્યારે બ્રોડકાસ્ટ રૂમમાં સિગ્નલ કોમ્યુનિકેશન થતું હોય છે કેમેરા અને બ્રોડકાસ્ટિંગ વચ્ચે આમ તો સીધો કોઈ સંપર્ક નથી, પરંતુ સિગ્નલ સિસ્ટમથી કેમેરાને કંટ્રોલ કરી શકાય છે એ વાત નક્કી છે. ગ્રાઉન્ડ પર રોગો કેમેરા અને ડ્રોન ટેકનોલોજીએ કંટ્રોલરૂમનું કામ સરળ કરી દીધું છે. કોઈપણ કંટ્રોલરૂમમાં જાવ ત્યારે બેઝિક વસ્તુ એ હોય છે કે ઇનપુટ ફીડ અને માસ્ટર આઉટ
માસ્ટર આઉટ માં એ પ્રસારણ હોય છે જેમાં આપણે જે તે વસ્તુ ટીવી પર જોતા હોય છે. કેમેરા મુવમેન્ટની દરેક ફ્રેમ કંટ્રોલ રૂમમાં કેપ્ચર થતી હોય છે. જ્યારે ટોક બેક સિસ્ટમથી ફિલ્ડ પરના તમામ કેમેરામેન એકબીજા સાથે વાતો કરે છે તેમજ કંટ્રોલરૂમના કમાન્ડ ને પણ અનુસરે છે. ખાસ કરીને ફિલ્ડ પરની કોઈ મેચ હોય ત્યારે કેમેરામેનની ખરી કસોટી થાય છે. બ્રોડકાસ્ટ રૂમ સુધી પ્રિવ્યુ પહોંચાડવા માટે સમગ્ર સ્ટેડિયમ એક ચોક્કસ પ્રકારના વાયરથી કનેક્ટેડ હોય છે. વધતી જતી ટેકનોલોજી અને વાયરલેસ પ્લેટફોર્મ હજુ એટલું પણ સક્ષમ નથી કે માત્ર બ્લુટુથ કે વાઇફાઇ કેમેરાથી આખું પ્રસારણ ઝીલી શકે. આ માટે આગળ વધતી ટેકનોલોજીમાં એ વસ્તુ ભવિષ્યમાં શક્ય બની રહેશે કે દરેક સ્ટેડિયમ પોતાના વીપીએનથી જોડાયેલા બની જશે. જે રીતે સ્પોર્ટ્સ અને બોલીવુડ મોટા ક્ષેત્ર છે એવી રીતે સ્પોર્ટ્સ ટેકનોલોજી એ પણ અનેક દિશામાં દ્વાર ખોલ્યા છે.
સ્પોર્ટ્સ ટેકનોલોજી અને લાઈવ ફીડ વિશે એટલું મોટું કામ થયું છે કે સ્પોર્ટ્સના કેમેરામેન ઉપર એક વાસ્તવિક અને અસરકારક પુસ્તક લખી શકાય. એમની હિંમત અને યશોદા વિશે માહિતગાર કરવા માટે ટેકનોલોજી કરતા વ્યક્તિ વિશેષ
વધે છે.
હવે કરીએ વાત ક્રિકેટ ક્ષેત્રના ટેકનોલોજીના વિહંગાવલોકન વિશે. ક્રિકેટમાં કોઈપણ વિષય હોય ત્યારે વસ્તુ એના ઉપર આવીને અટકે છે. એક હકીકત એવી પણ છે કે જ્યારે ટીવી કરતાં મોબાઇલ એપ્લિકેશન ઉપર સ્ટ્રીમિંગ કરવાનું હોય ત્યારે ટેકનોલોજીમાં વધારે નાણાં નાખવા પડે. ટેકનોલોજીના એક્સપર્ટ રહેમાન ત્યાં સુધી કહે છે કે હવે તો સ્પોર્ટ ક્ષેત્રે પણ એઆઈ ડેવલોપમેન્ટ આવી રહ્યું છે. જે દરિયા જેવડા ડેટા સેન્ટરની પણ ૧૦ મિનિટમાં દિશા ફેરવી શકે. ફિફાની ટુર્નામેન્ટમાં તો અમે એવી ટેકનોલોજી તૈયાર કરી છે કે કોઈ વાલીનું બાળક સ્ટેડિયમમાં ગુમ થઈ જાય કે વાલીથી છૂટી જાય તો માત્ર તમારે એનો એક ફોટો દેખાડવાનો. માત્ર ચાર જ મિનિટમાં એના સ્ટેડિયમથી લઈને છેલ્લે કોની સાથે મુલાકાત થઈ તેના તમામ પ્રિવ્યુ જોવાને જાણવા મળશે. એટલું જ નહીં સ્ટેડિયમમાં રહેલી કોઈ પણ વ્યક્તિના મોબાઈલ ફોન સુધી આ ફોટા અને ફૂટેજ સરળતાથી એક જ ક્લિકમાં પહોંચાડી શકાશે. આને રિયલ ટાઈમ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ કહેવાય છે.
ટેકનોલોજીની મદદથી જો કોઈ ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવે તો ભૂતકાળના સમયમાં સ્ટેડિયમમાં થયેલી ભાંગ તોડ અને ખોટાં તોફાનોને નિવારી શકાય છે. એક હકીકત એવી પણ છે કે કતારમાં જ્યાં અત્યારે ફૂટબોલ રમાય છે એ સમગ્ર કોરિડોર સીસીટીવી કરતા પોલીસ પ્રોટેક્શનથી વધારે સુરક્ષિત છે. આ પોલીસ પણ કોઈ સરળ પોલીસ નથી ટેકનોલોજીના તમામ પાસાથી સજજ અને ડિફેન્ડિંગ કરી શકે એવી પોલીસ છે. કેટલું મોટું અને વિશાળ ફલક કહેવાય કે ફીફાની ઓપનિંગ સેરેમનીમાં જ ૩૫૦ થી વધારે વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા અને વાઇરલ પણ થયા.
(સંપૂર્ણ))
———–
આઉટ ઓફ ધ બોક્સ
દુનિયાના કોઈ પણ સંબંધોમાં બેસ્ટ અને બુસ્ટર રિઝલ્ટ જોઈતું હોય તો ગમે તેવી મેચ હારી જાવ પણ સંવાદ અને સ્મિતનું વાઇફાઇ બંધ ન થવા દેતા. કારણ કે મૌન તો મોત પાછળ પણ કાયમી
હોય છે.