જે લોકો પર વિશ્વાસ કર્યો આજે એ જ લોકોએ… આદિત્ય ઠાકરેનું છલકાયું દર્દ, શિંદે સરકાર પર કર્યા જોરદાર પ્રહાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહાવિકાસ આઘાડી સરકારમાં પર્યાવરણ અને પર્યટન ખાતાના પ્રધાન રહી ચૂકેલા શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રમાં નવી બનેલી શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આદિત્યએ કહ્યું હતું કે, શિંદેના નેતૃત્વવાળી સરકાર ગેરકાયદે છે અને લોકતંત્રમાં તેને માન્યતા આપવામાં આવતી નથી તેથી આ સરકાર લાંબા સમય સુધી ટકી શકશે નહીં. ગુરુવારે ભિવંડી, શાહપુર અને ઈગતપુરી ટૂર પર નીકળેલા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે હું આજે પણ મારા પિતા અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે છું. માતોશ્રીના દરવાજા એ લોકો માટે હંમેશા ખુલ્લા છે, જે પાછા આવવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે કંઈ પણ બન્યું તે દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે જે લોકો પર ભરોસો કર્યો, પ્રધાન પદ આપ્યું એ જ લોકોએ અમારી પીઠ પાછળ ખંજર માર્યું. આ લોક તંત્ર અને રાજકારણ નથી. જે ચાલ્યા ગયા એ શિવસૈનિક નહોતા, જે અહીં સેંકડો લોકો એકત્ર થયા છે તે સાચા શિવસૈનિક છે.
દરમિયાન આદિત્યએ વધુમાં જણાવ્યું હતું કે, મહાવિકાસ આઘાડી સરકારે વિકાસના નામે બધુ જ કર્યું, અમે રાજકારણ નથી કરતાં. અમે ક્યારેય વિપક્ષ સામે ખોટી ફરિયાદો કરીને તેમને હેરાન નથી કર્યું અને અમે વિધાનસભ્યો પર ક્યારેય નજર પણ નહોતી રાખી કારણ કે અમે તેમના પર વિશ્વાસ કર્યો હતો. આજે એ જ વિશ્વાસે અમારી આ હાલત કરી છે. તેઓ આજે સ્વતંત્ર નથી. જો તેમાંથી કોઈ પાછુ આવવા માગે છે તો માતોશ્રીના દરવાજા તેમની માટે હંમેશ માટે ખુલ્લા છે.

1 thought on “જે લોકો પર વિશ્વાસ કર્યો આજે એ જ લોકોએ… આદિત્ય ઠાકરેનું છલકાયું દર્દ, શિંદે સરકાર પર કર્યા જોરદાર પ્રહાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.