શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યો, માલદીવમાં આજ્ઞાતવાસ હેઠળ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઐતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશ શ્રીલંકાના(Sri lanka) રાષ્ટ્રપતિ ગોટાબાયા  રાજપક્ષેએ(Rajapaksa Gotabaya) ભારે તણાવ વચ્ચે બુધવારે વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમની પત્ની અને બે સુરક્ષા કર્મચારીઓ સાથે શ્રીલંકા એરફોર્સના વિમાન એન્ટોનોવ-32 માં સવાર થઈને માલદીવની રાજધાની માલે પહોંચી ગયા છે. માલદીવમાં(Maldivs) તેમને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગોટાબાયા રાજપક્ષેએ આજે પદ પરથી રાજીનામું આપવાના હતા.
ભારે રાજકીય દબાણને કારણે ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવા સંમત થયા હતા. શ્રીલંકાની સંસદના સ્પીકરે જણાવ્યું કે રાષ્ટ્રપતિનું રાજીનામું મળવાનું હજુ બાકી છે. આગામી 20 જુલાઈએ સંસદીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. મળતી માહિતી મુજબ શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા સાજીથ પ્રેમદાસાને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરાશે.
એવું માનવામાં આવે છે કે રાજપક્ષેને કસ્ટડીમાં લેવાની સંભાવનાને કારણે દેશ છોડી ભાગી ગયા છે. રાજપક્ષેએ દેશ છોડવાનો આ પહેલા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી વિરોધની સામનો કરવો પડ્યો હતો. ઇમિગ્રેશન અધિકારીઓ રાષ્ટ્રપતિની વીઆઇપી સેવાઓમાંથી ખસી ગયા અને રાષ્ટ્રપતિને સામાન્ય નાગરિકના કાઉન્ટરમાંથી પસાર થવાનો આગ્રહ કર્યો, પરંતુ રાજપક્ષે આ માટે તૈયાર ન હતા. ત્યારબાદ તેઓ વાયુસેનના વિમાનમાં દેશ છોડવાનું નક્કી કર્યું હતું.
નોંધનીય છે કે 9મી જુલાઈના રોજ હજારો વિરોધીઓ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીગયા હતા. પરંતુ તે પહેલા જ રાજપક્ષે નિવાસ છોડીને ચાલ્યા ગયા હતા. રાજપક્ષેએ 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી હતી. હવે રાષ્ટ્રપતિએ દેશ છોડ્યા બાદ તેમના રાજીનામાને લઈને પણ સવાલો ઉભા થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.