શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા માલદીવ છોડી સાઉદી અરેબિયા જવા રવાના, ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શ્રીલંકામાં(Sri Lanka) તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા(Rajapaksa Gotabaya) રાજપક્ષે સૈન્ય વિમાનમાં માલદીવ પહોચ્યા હતા. માલદીવના નાગરીકોએ વિરોધ કરતા તેઓ સાઉદી અરેબિયા માટે રવાના થયાના અહેવાલ છે. તેઓ સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં બેસી પહેલા સિંગાપોર પહોંચશે અને પછી સાઉદી અરેબિયાના જેદ્દાહ(Jeddah) પહોંચશે..
શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવથી સિંગાપુર જવા રવાના થઈ ગયા છે. તેમણે હજુ સુધી રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું નથી. તેમના દેશ છોડ્યા બાદ શ્રીલંકામાં ભારે હિંસક દેખાવો થયા હતા. દેશમાં કટોકટી લાદવામાં આવી છે. માનવામાં આવે છે કે સિંગાપોર પહોંચ્યા પછી ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.
દેશ છોડતા પહેલા રાજપક્ષેએ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને(Ranil Wickremesinghe) કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. કલાકો વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જે જરૂરી હોય તે કરવા લશ્કર અને પોલીસને આદેશ આપ્યો હતો. ત્યારે જાણકારોના મત પ્રમાણે શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ નાજુક છે અને વિરોધીઓ પર કોઈપણ લશ્કરી કાર્યવાહી સમગ્ર વાતાવરણને વધુ ખરાબ કરી શકે છે.
બુધવારે શ્રીલંકામાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 84 લોકો ઘાયલ થયા હતા. ગઈકાલે પીએમના આવાસમાં પ્રવેશતી વખતે લગભગ 42 લોકો ઘાયલ થયા હતા, જ્યારે સંસદની નજીકના રાતોરાત વિરોધ પ્રદર્શનમાં 42 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 79 પુરૂષો જ્યારે 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં એક આર્મી ઓફિસર, બે પોલીસ ઓફિસર અને બે પત્રકાર સામેલ છે.
શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ શેવેન્દ્ર સિલ્વાએ લોકોને, ખાસ કરીને યુવાનોને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આર્મી, નેવી,એરફોર્સ અને પોલીસને સહયોગ આપવા ખાસ વિનંતી કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.