રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે, સંસદના મતદાનમાં પ્રચંડ વિજય મેળવ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ ભારે અસ્થિરતા વચ્ચે બુધવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ થયેલી ચૂંટણીમાં હાલમાં વડાપ્રધાન બનેલા કાર્યવાહક પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. રાનિલે દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા દિસનાયકેને હરાવ્યા હતા. રાનીલને 134 મત મળ્યા હતા.
રાનિલ વિક્રમસિંઘે રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ પાંચ વખત શ્રીલંકાના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમની યુનાઈટેડ નેશનલ પાર્ટી પાસે સંસદમાં માત્ર એક જ સાંસદ છે. રાનીલ રાજકારણમાં આવતા પહેલા પત્રકાર અને વકીલ પણ રહી ચૂક્યા છે. 1977 માં, તેઓ સામાન્ય ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત સંસદના સભ્ય બન્યા. તેઓ 1993માં પ્રથમ વખત પીએમ બન્યા હતા. રાનીલ હાલમાં વચગાળાના પ્રમુખ છે. વિક્રમસિંઘેને રાજપક્ષની શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પાર્ટીના પ્રાથમિક જૂથનું સમર્થન હોવાનું કહેવાય છે. 225 સભ્યોની સંસદમાં પાર્ટીને 145ની બહુમતી છે.
શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટના કારણે અશાંતિનો માહોલ છે. શ્રીલંકામાં, 22 મિલિયન લોકો ખોરાક, ઇંધણ અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. દેશ બેલઆઉટ પેકેજ માટે IMF સાથે વાટાઘાટ કરી રહ્યો છે. એવામાં નવા રાષ્ટ્રપતિ માટે સત્તાનો માર્ગ સરળ તો નથી જ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.