Sri Lanka Crisis: ભૂખ અને અસહ્ય મોંઘવારીથી પરેશાન નાગરિકોને રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યા લાખો રૂપિયા, વીડિયો વાયરલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આવાસમાં ઘુસેલા પ્રદર્શનકારીઓને ત્યાં લાખો રૂપિયા મળ્યા હોવાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકન મીડિયાએ પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને મળેલા પૈસા સિક્યોરિટી યુનિટને સોંપવામાં આવ્યા છે.

 

 

શ્રીલંકા સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ઈંધણ અને આવશ્યક વસ્તુના ભાવ આસમાન આંબી રહ્યા છે ત્યારે આયાત માટેની ચૂકવણી કરવામાં પણ શ્રીલંકા અસમર્થ છે. આવી પરિસ્થિતિમાં નાગરિકો શ્રીલંકન સરકાર સામે રોષ પ્રકટ કરી રહ્યા છે.

શ્રીલંકાના ડિફેન્સ સ્ટાફના ચીફ ઓફિસરે નાગરિકોને દેશમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રદર્શનકારીઓએ પીએમ રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનને આગ લગાવી છે. આર્થિક સંકટને કારણે લોકો આક્રમક બન્યા છે. ભીડને શાંત કરવા માટે સુરક્ષાદળ ટિયરગેર અને પાણી છોડી રહી છે એટલું જ નહીં પત્રકારો પર પણ હુમલા કરવામાં આવ્યા હોવાની ખબર સામે આવી રહી છે.

1 thought on “Sri Lanka Crisis: ભૂખ અને અસહ્ય મોંઘવારીથી પરેશાન નાગરિકોને રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યા લાખો રૂપિયા, વીડિયો વાયરલ

  1. What damage a dynastic rule can inflict on a country is starkly visible in Sri Lanka. India’s PM Modi has been vocal about this danger. Skeptics ought to refer to the plights of Sri Lankans. 39% inflation; debt twice the annual GDP. Dynastic rulers of that unfortunate country are modern day Nero. If India does not wish the same fate to be visited upon them, it behooves them to heed PM Modi’s alarm. Groom able and honest leaders from across the population. Shun those who hail from a dynasty. They look to perpetuate their rule and tend to feather their own nest.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.