Sri Lanka Crisis: વિરોધ પ્રદર્શન બન્યુ આક્રમક, પીએમ વિક્રમસિંઘે રાજીનામું આપવા તૈયાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે નાગરિકો પણ રોષે ભરાયા છે. દેશભરમાં ઈંઘણ અને દૂધ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાઈ રહી છે ત્યારે મોંઘવારીથી પરેશાન શ્રીલંકન નાગરિકો રસ્તા પર ઉતરીને સરકાર સામે આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનકર્તા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી કરતાં તેમના નિવાસસ્થાનને ઘેર્યું હતું. જોકે, તે પહેલા રાજપક્ષે આવાસ છોડીને ભાગી ગયા હતાં. તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તાત્કાલિન સમાધાન શોધવા માટે પાર્ટીના નેતાઓની આપાતકાલિન બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન પીએમ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું તે રાજીનામુ આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે.
મળતી માહિતી અનુસાર બેઠકમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંનેને રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું છે. કામચલાઉ ધોરણે સ્પીકરને રાષ્ટ્રપતિ બનવાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.