શ્રીલંકા કટોકટી: શ્રીલંકામાં શાકભાજીના આસમાને પહોંચતા ભાવ નિયંત્રણમાં, ભારતની મદદને કારણે રાહત થઇ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે મોંઘવારી પણ તેની ટોચ પર છે. જો કે પાછલા મહિનાઓની સરખામણીએ કેટલીક શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. જેનું કારણ ભારતનો સહકાર છે. ભારતથી શ્રીલંકામાં યુરિયા અને જંતુનાશક દવાઓ મોકલવામાં આવી હતી, જેના કારણે જે શાકભાજી બગડવા લાગી હતી તેને બચાવી શકાય અને ઉત્પાદન પણ સારું થયું. તે જ સમયે, ભારતમાંથી પેટ્રોલ અને ડીઝલ પણ આવી રહ્યું છે, જેના કારણે શાકભાજીની અવરજવર પણ પહેલા કરતા સારી થઈ ગઈ છે.
બટેટા અને ડુંગળી એવા શાકભાજી છે, જેની કિંમત પહેલા ખૂબ જ વધી રહી હતી, પરંતુ ભારતમાંથી ક્રૂડ ઓઇલ આવવાને કારણે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શ્રીલંકામાં ઉપલબ્ધ શાકભાજીની સરખામણી કરવામાં આવે તો ભારતમાંથી આવતા શાકભાજીના ભાવ ઓછા છે. શાકભાજી વિક્રેતા ફારુને તમામ શાકભાજીના ભાવ જણાવ્યા અને એ પણ જણાવ્યું કે ભારતની શાકભાજી શ્રીલંકા કરતા સસ્તી છે. દાખલા તરીકે કાંદાના ભાવ હાલમાં 260 રૂપિયે કિલો છે. મે મહિનામાં કાંદાના ભાવ 340 રૂપિયે કિલો હતા. એવી જ રીતે ટામેટા – હવે રૂ. 380/કિલો છે જે મે મહિનામાં 900 રૂ. /કિલો હતા.
શ્રીલંકા આ સમયે તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં આર્થિક સંકટની સાથે રાજકીય સંકટ પણ ચાલુ છે. સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ ભવન પર દેખાવકારોનો કબજો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આગલા દિવસે દેશ છોડીને સિંગાપોર ભાગી ગયા હતા. તેમણે સિંગાપોરથી જ સ્પીકરને પોતાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું. જેનો આજે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પછી વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.