Sri Lanka crisis: શ્રીલંકા સંકટ પર કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શ્રીલંકામાં આર્થીક અને રાજકીય સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ભારત સરકાર પણ પાડોશી દેશમાં સતત ખરાબ થઇ રહેલી સ્થિતિ પર નજર રાખી રહી છે. શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટને ધ્યાનમાં લઈને કેન્દ્રની સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નેતૃત્વનમાં યોજાશે. આ સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં શ્રીલંકામાં સંકટને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે.
શ્રીલંકાથી સૌથી નજીકના ભારતીય રાજ્ય તમિલનાડુ પક્ષો દ્વારા શ્રીલંકાના સંકટમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કર્યા બાદ કેન્દ્ર સરકારે આજે સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તમિલનાડુના પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકેએ માંગ કરી હતી કે સાત દાયકામાં સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાડોશી દેશની ભારતે હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે ભારત સરકારે ઘણી વખત વિવિધ માધ્યમો દ્વારા સહાય મોકલી છે. ભારતે શ્રીલંકાને ખાતરી આપી છે કે તે દેશમાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક સુધારા પુનઃપ્રસ્થાપિત કરવા પુરતી મદદ કરશે.
નોંધનીય છે કે શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે ગયા અઠવાડિયે ભારે વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા. ત્યાર બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યકરી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. શ્રીલંકામાં કટોકટી વચ્ચે દેશની સંસદ બુધવારે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. શ્રીલંકામાં ખોરાક, ઈંધણ અને દવાઓની તીવ્ર અછત છે. મોંઘવારી ચરમસીમાએ છે અને અનેક પરિવારો ભૂખમરાની સ્થિતિનો સમાનો કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.