જીત બાદ પાકિસ્તાનને આવ્યું ઘમંડ! પૂર્વ કેપ્ટને કહી દીધી એવી વાત કે…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

એશિયા કપ 2022ના બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને સુપર ફોરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝે એવો દાવો કર્યો છે કે, આગામી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. રોહિત એન્ડ કંપની હારના દબાણમાં હોવાથી તેનો ફાયદો શ્રીલંકાને મળી શકે છે અને ટીમ ઈન્ડિયાને ફરી એક વાર હારનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનથી હાર્યા બાદ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે પણ હારી ગયું હતું. આ વખતે પણ એવું થઈ શકે છે. ભારત-પાકિસ્તાનની મેચ બાદ હારેલી ટીમ વધુ પ્રેશર ફીલ કરે છે અને આગળની મેચમાં તેમના પ્રદર્શન પર પ્રભાવ પડે છે. તેથી આ વખતે શ્રીલંકા પાસે મેચ જીતવાનો સારો ચાન્સ છે.
નોંધનીય છે કે એશિયા કપના ફાઈનલ સુધી પહોંચવા માટે શ્રીલંકા સાથેનો આજનો મુકાબલો જીતવો ખૂબ જ જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.