Homeટોપ ન્યૂઝIND VS BAN: મીરપુરમાં ફરી પુનરાવર્તન, ભારત સામે બાંગ્લાદેશ એક વિકેટથી જીત્યું

IND VS BAN: મીરપુરમાં ફરી પુનરાવર્તન, ભારત સામે બાંગ્લાદેશ એક વિકેટથી જીત્યું

મીરપુરઃ સાત વર્ષ પછી બાંગ્લાદેશ ક્રિકેટ રમવા પહોંચેલી ભારતીય ટીમની સાવ કંગાળ રમતને કારણે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મીરપુરમાં સાત વર્ષ પહેલા રમાયેલી વનડે સિરીઝની પહેલી મેચમાં પણ બાંગ્લાદેશની ટીમે ભારતીય ટીમને સાવ સસ્તામાં હરાવી હતી. મીરપુરની એ જ મેચનું જાણે રવિવારે પુનરાવર્તન થયું હતું. રવિવારે રમવામાં આવેલી વનડે સિરીઝ મેચમાં ઈન્ડિયાની ફ્લોપ બેટિંગ અને નબળી ફિલ્ડિંગને કારણે બાંગ્લાદેશે ભારતને એક વિકેટથી જીત મેળવી હતી. મેહિદી હસન મિરાજે છેલ્લી ઓવરમાં મજૂબત બેટિંગ કરતા હારની બાજી જીતમાં ફેરવી દીધી હતી.

બાંગ્લાદેશે ભારતના 187 રનના લક્ષ્યાંકને 46 ઓવરમાં નવ વિકેટના નુકસાને મેચ જીતી લીધી હતી.
રવિવારે રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા, જેમાં 186 રન (41.2 ઓવર)માં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ટોચના બેટ્સમેન રોહિત શર્મા 27 અને વિરાટ કોહલી નવ રનમાં આઉટ થયા હતા. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને નોંધપાત્ર બોલિંગ કરતા બંને સાથે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે ઈબાદત હુસૈને ચાર વિકેટ લીધી હતી. ભારતીય ટીમમાં સૌથી વધુ રન ફક્ત કેએલ રાહુલે બનાવ્યા હતા, જ્યારે તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા.
મેહદી હસન બન્યો મેચ વિનર


187 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશના બેટસમેનોએ તબક્કાવાર વિકેટ ગુમાવી હતી, જેમાં નવમી વિકેટ 39.2 ઓવરમાં પડી હતી, ત્યારે ફક્ત બાંગ્લાદેશને 51 રન જોઈતા હતા. દસમા ક્રમે મેહદી હસન મિરાજ એકલા હાથે રમતા 39 બોલમાં 38 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશની હારની બાજુ જીતમાં ફેરવી નાખી હતી. ભારતના શરમજનક પરાજયને કારણે લોકોએ ભારતીય ટીમ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. ટવિટર પર સૌથી વધુ રોહિત શર્મા, વિરાટ કોહલીને નિશાન કરીને લોકોએ તેમની ટીકા કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular