મુંબઈમાં સ્પાઈસજેટના એકક્રાફ્ટની ઈમરજન્સી લેન્ડિંગ, 17 દિવસમાં સાત ઘટના

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: સ્પાઈસજેટની કંડલા-મુંબઈ ફ્લાઈટમાં 23,000 ફૂટની ઉંચાઈ પર વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના અધિકારીઓએ એજન્સીને જણાવ્યું હતું કે, 23,000 ફીટની ઉંચાઈ પર વિન્ડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો હતો, જેને કારણે વિમાનને તાત્કાલિક મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ઘટના પર સ્પાઈસજેટે જણાવ્યું હતું કે, સદ્નસીબે આ આ ઘટનામાં જાનહાનિ ટળી હતી અને મુંબઈમાં સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું.

છેલ્લાં 17 દિવસોમાં ટેક્નિકલ ખામીની આ સાતમી ઘટના છે. આ પહેલા મંગળવારે સવારેસ્પાઈસજેટની એક ફ્લાઈને કરાચીમાં લેન્ડ કરવું પડ્યું હતું. એક જ દિવસમાં બનેલી બંને ઘટના ઉપરાંત અન્ય પાંચ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, એવું ડીજીસીએએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.