દિલ્હીમાં સ્પાઈસજેટ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ અદ્ધર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

શનિવારે સવારે દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. મળતી મહતી મુજબ જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારે થોડી જ વારમાં પ્લેનની અંદર કાળો ધુમાડો દેખાવા લાગ્યો હતો. ધુમાડો જોયા બાદ તમામ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. તે સમયે  પાઈલટે પાછા ફરીને વિમાનને દિલ્હી ઉતરવાનું નક્કી કર્યું હતું. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે એમ જાણવા મળ્યું છે.
સ્પાઈસ જેટના આ પ્લેનમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. જ્યારે પ્લેન લગભગ 5000 ફૂટની ઉંચાઈ પર ગયું ત્યારે અચાનક ધુમાડો દેખાવા લાગ્યો. પહેલા તો મુસાફરોને સમજાયું નહીં કે શું થયું, પરંતુ ધુમાડો વધતા લોકો પરેશાન થવા લાગ્યા. પરંતુ જ્યારે પાયલટે વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. હાલમાં વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના પટનામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. આ પણ સ્પાઈસ જેટનું જ એરક્રાફ્ટ હતું, ઉડાન ભરતાની સાથે જ તેના એન્જિનમાં આગ લાગી હતી. આ પછી પાયલોટે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. આ વિમાન પટનાથી દિલ્હી જઈ રહ્યું હતું. એન્જિનમાં આગ લાગવાનું કારણ બર્ડ હિટ ગણાવવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.