પહાડોમાં ઘર જેવા વાતાવરણની વચ્ચે તમારી રજાઓ ગાળો; હોમસ્ટેના વિકલ્પો જુઓ

સ્પેશિયલ ફિચર્સ

પર્વતોમાં રજાઓ ગાળવાનું કોને ન ગમે? આ વ્યસ્ત જીવનમાં, દરેક વ્યક્તિ મોટે ભાગે વિરામ માટે પહાડી રાજ્યો તરફ વળે છે. ઘણીવાર લોકો મન થયા પછી પણ ક્યારેક બજેટના કારણે તો ક્યારેક સુવિધાના કારણે રજાઓ પર જવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા મન પ્રમાણે જગ્યા મળી જાય તો તો સોનામાં સુગંધ ભળે.
ઉનાળા ઉપરાંત, વરસાદની મોસમ પણ હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંની હરિયાળી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ધરમશાલાની વાત કરીએ તો અહીં ઘણી બધી મુલાકાત લેવા અને જોવા જેવી જગ્યાઓ છે જ્યાં તમે 2 દિવસની રજાઓમાં પણ આરામ કરી શકો છો. ધર્મશાળા પહોંચવું ખૂબ જ સરળ છે. તમે દિલ્હી, ચંદીગઢ જેવા સ્થળોથી બસ દ્વારા ધર્મશાલા પહોંચી શકો છો. દિલ્હીથી ધર્મશાલાનું અંતર લગભગ 470 કિલોમીટર છે. આ સિવાય તમે હવાઈ મુસાફરી દ્વારા પણ ધર્મશાળાની મુલાકાત લેવા માટે ધર્મશાળા પહોંચી શકો છો. જો તમે ઈચ્છો તો તમારી પોતાની કાર દ્વારા ધર્મશાળા પહોંચી શકો છો.

હવે રહેવાની વાત કરીએ તો ઘર જેવી જગ્યા દરેકને પસંદ હોય છે, જે લોકોને હોટલમાં ઘણી વાર મળતી નથી. ધરમશાળાથી માત્ર 10 મિનિટના અંતરે તમને ઘરનો અહેસાસ કરાવવા માટે હોમસ્ટેની રચના કરવામાં આવી છે. જ્યાં તમે કામ દરમિયાન વિરામ લઈ શકો છો અને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરી શકો છો. તમે ખાનયારા રોડ નજીક બોહો શૈલીના હોમસ્ટેમાં સમય પસાર કરી શકો છો. તમે એરબીએનબી દ્વારા પણ આ માટે હોમસ્ટે બુક કરી શકો છો.
તમારી સુખસુવિધાને ધ્યાનમાં રાખીને અહીં હોમસ્ટેમાં તમને વર્કિંગ ડેસ્ક, હાઇ સ્પીડ ઇન્ટરનેટ અને રસોડાની સગવડ પણ આપવામાં આવી છે. સૌથા મોટી વાત તો એ છે કે અહીં આવવા માટે તમારે તમારા પાલતુને પડોશીના ઘરે છોડીને આવવાની જરૂર નથી. અહીંના હોમસ્ટેમાં વર્કિંગ કલ્ચરને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તમે સુંદર મેદાનો વચ્ચે ખૂબ જ શાંતિનો આનંદ માણી શકો છો.
તો મિત્રો ક્યારે બેગ પેક કરીને ઉપડો છો ધરમશાલા…. !!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.