Homeસ્પેશિયલ ફિચર્સલાંબો સમય સુધી સ્ક્રીનની સામે પસાર કરો છો? આ રીતે લો કજરારે...

લાંબો સમય સુધી સ્ક્રીનની સામે પસાર કરો છો? આ રીતે લો કજરારે નૈનાની સંભાળ

આજકાલ મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર એ લોકોની જરૂરિયાતના સાધનો બની ચૂક્યા છે. લાંબો સમય સુધી લોકો આ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સામે બેસી રહે છે. ઘણી વખત તો આ કામનું દબાણ એટલું બધું વધી જાય છે કે કામની વચ્ચે લોકોને ઉઠવા-બેસવા કે ખાવાનો સમય પણ નથી મળતો. પરંતુ આ બધા વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે આટલા લાંબા સ્ક્રીન ટાઈમ બાદ પણ આંખો શુષ્ક થવા લાગે છે અને વિઝન સિન્ડ્રોમ થવાનું જોખમ વધી જાય છે.
આ બાબતે વાત કરતાં મુંબઈના એક ફેમસ આઈ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે સતત સ્ક્રીન પર સતત કામ કરવાને કારણે તેમ જ કોન્ટેક્ટ લેન્સનો વધુ સમય સુધી ઉપયોગ કરવાને કારણે લોકોને આંખો સંબંધિત સમસ્યાઓ થાય છે અને હમણાં હમણાંથી લોકોને વિઝન સિન્ડ્રોમની આ સમસ્યા વધુ સતાવવા લાગી છે. વિઝન સિન્ડ્રોમને કારણે આંખોમાં ડ્રાઈનેસ આવે છે અને એ સિવાય પણ ઘણા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. જો સમયસર આ સમસ્યાનો ઉકેલ ના લાવવામાં આવે તો આ સમસ્યા વધુ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
સૌથી પહેલાં વાત કરીએ વિઝન સિન્ડ્રોમના લક્ષણોની તો વિઝન સિન્ડ્રોમના સમયમાં આંખોમાં ડ્રાઈનેસ વધી જાય છે અને ઈરિટેશન થવા લાગે છે. ઘણી વખત એવું પણ લાગે છે કે કચરો આંખમાં પડી ગયો હોય. આ ઉપરાંત ઘણી વખત ઝાંખાપણું, ખંજવાળ, લાલાશ, થાક, એક જગ્યાએ બે વસ્તુ જોવાથી આંખ સામે અંધારા આવવા જેવા અન્ય લક્ષણો પણ જોવા મળે છે.
આ સમસ્યાને નિવારવા માટે નિષ્ણાતો 20-20-20નો ફોર્મ્યુલા આપે છે. આવો જોઈએ શું છે આ 20-20-20નો ફોર્મ્યુલા- આ સમસ્યાથી બચવા માટે સતત કામ કરવાની સ્થિતિથી લોકોએ બચવું જોઈએ અને એ માટે 20-20-20નો ફોર્મ્યુલા ખૂબ જ મહત્ત્વનો છે. કામની દર 20 મિનિટ બાદ બ્રેક લો અને 20 સેકેન્ડ માટે સ્ક્રીનથી 20 ફુટનું અંતર રાખો. આ ફોર્મ્યુલાને રૂટિનનો એક ભાગ બનાવી લેશો તો વિઝન સિન્ડ્રોમથી બચી શકાય એમ છે.
આ સિવાય આ ઉપાયો પણ નિવડશે કારગત-
સ્ક્રીન ટાઇમને ઘટાડવો જોઈએ. વચ્ચે-વચ્ચે આંખ પટપટાવતા રહો. રાતના સમયે કે અંધારામાં મોબાઇલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરવાથી બચો.
જ્યાં કામ કરો ત્યાં લાઈટિંગની ગોઠવણ યોગ્ય હોય એની ચોકસાઈ કરી લો.
લેપટોપ પર કામ કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી ચશ્માનો ઉપયોગ કરવાનું રાખો.
સુવા સમયે નિયમિત રૂપથી ડોક્ટર દ્વારા નિર્દેશિત આઈડ્રોપ નાખો.
આંખોમાં ખંજવાળ આવે તો ખંજવાળવાને બદલે આંખ પર પાણીનો છંટકાવ કરો.
ફળ, લીલા શાકભાજી, બદામ, અખરોડ વગેરે વસ્તુઓને ડાઇટમાં સામેલ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular