Homeવીકએન્ડદુશ્મનોને મારી પછાડનારા સેનાના જાંબાઝ શ્ર્વાન

દુશ્મનોને મારી પછાડનારા સેનાના જાંબાઝ શ્ર્વાન

સ્પેશિયલ – લોકમિત્ર ગૌતમ

ગઈ ૧૩મી ઓક્ટોબરની વાત છે. પાછલા ઘણા દિવસોથી ધ રેસિસ્ટેંસ ફ્રન્ટના નામથી સક્રિય આતંકવાદી સંગઠન લશ્કરના બે આતંકવાદી આસિખ અહેમદ એલિયાસ હુબૈબ અને વકીલ અહેમદ એલિયાસ તલ્હા કાશ્મીરમાં અનંતનાગના તંગપાવાસ વિસ્તારના એક ઘરમાં છુપાઈને બેઠા હતા. તેઓ સેનાના જવાનો પર હુમલો કરવા માગતા હતા, પણ પોતાની ખૂફિયા ડ્યુટી કરી રહેલા જૂમે તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું. જી હા, અમે ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના તાલીમ પામેલા લડાયક શ્ર્વાનની વાત કરી રહ્યા છીએ. પહેલાં જૂમે પોતાની રીતે આ આતંકવાદીઓને ઓળખ્યા અને પછી ભરોસો થયો એટલે તાત્કાલિક તેમના પર હુમલો કરી દીધો. ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને આ રીતે કોઈ શ્ર્વાન હુમલો કરશે તેની આશંકા નહોતી, આથી તેઓ ઘરેથી નીકળીને ભાગવા લાગ્યા અને સાથે સાથે અંધાધૂંધ ફાયરિંગ પણ કરવા લાગ્યા. આ ફાયરિંગમાં બે ગોળી જૂમને પણ લાગી, પરંતુ તેણે આતંકવાદીઓનો પીછો કરવાનું અને તેમના પર હુમલા કરવાનું છોડ્યું નહીં. ગોળી વાગી હોવા છતાં તે તેમના પર હુમલો કરતો ગયો. જૂમે કરેલા હુમલા બાદ જ સેના આતંકવાદીઓને મારવામાં સફળ રહી, પણ ગોળી લાગવાને કારણે જૂમ ઘાયલ થઈ ગયો. તે ઘણા સમય સુધી શ્રીનગર વેટરિનરી હોસ્પિટલમાં જીવન સામે જંગ લડતો રહ્યો, પરંતુ અંતે તેણે દમ તોડ્યો. જોકે જૂમ ઈચ્છત તો આતંકવાદીઓથી પોતાને બચાવી શકતો હતો, પણ તેની તાલીમ જ લડવા અને બલિદાન આપવા માટે તૈયાર રહેવા થઈ હતી. તેને પોતાના બચાવ માટે તાલીમ આપવામાં આવી જ નહોતી. બની શકે તમે જૂમ વિશે સાંભળ્યું જ ન હોય કે પછી તમે સેનાના લડાયક શ્ર્વાનો વિશે જાણતા જ ન હોવ, પણ જો તેમનું દેશની સુરક્ષા વ્યવસ્થામાં શું યોગદાન છે તે જાણવું હોય તો એટલું માની લો કે આપણે રાત્રે આરામની જિંદગી જીવી શકીએ છીએ, તેમાં તેમનો બહુ મોટો ફાળો છે.
ભારતીય સેનામાં લડાયક શ્ર્વાનોના ૩૦થી વધારે યુનિટ્સ છે. દરેક યુનિટમાં ૨૪ શ્ર્વાન છે. માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ તાલીમ પામેલા શ્ર્વાનોના ૧૨ યુનિટ્સ છે. સેનાના આ લડાયક શ્ર્વાન અથવા તો કોમ્બેટ ડોગ્સ હંમેશાં તેમના સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનનો એક ભાગ હોય છે. સેના તેમને ખાસ રીતે તાલીમ આપે છે. તેમને સર્ચ ઓપરેશન દરમિયાન આંતકવાદીઓ અને તેમના ગુપ્ત રહેવાસોને શોધી કાઢવા સાથે વોકી-ટોકીથી નિર્દેશ લેવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે. આ શ્ર્વાનો છુપાયેલા આંતકવાદીઓને શોધી કાઢવામાં માહિર હોય છે. આ કૌશલ્ય તેમને તાલીમથી મળે છે. સેનાના આ શ્ર્વાનોનું મુખ્ય કામ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન છે. આ સાથે તેઓ બારુદી સુરંગ અને બોમ્બ શોધવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે તેમની પાસે ગાર્ડ ડ્યુટી, પેટ્રોલિંગ, આઈઈઈડી સહિત વિસ્ફોટકોને સૂંઘવાનું, માઈન ડિટેક્શન વગેરે કામ પણ કરાવવામાં આવે છે.
જૂમ આવો જ પ્રશિક્ષિત સૈન્ય શ્ર્વાન હતો. જ્યારે તેને ખબર પડી કે ઘરમાં છુપાયેલા બે લોકો આતંકવાદી છે તો તે તેમના પર તૂટી પડ્યો, પણ તેને પોતાનો બચાવ કરવાની તાલીમ ન હોવાથી તે તેમની ગોળીઓનો શિકાર બની ગયો અને થોડા દિવસો સુધી મોત સામે જંગ લડી શહીદ થઈ ગયો. જોકે જૂમ પહેલો આવો કોમ્બેટ ડોગ નથી જે ફરજ દરમિયાન શહીદ થઈ ગયો હોય. સેના વર્ષોથી આવા જાંબાઝોની મદદ લઈ રહી છે અને બહાદુર શ્ર્વાનો પહેલાં પણ દેશ માટે કુરબાન થતા આવ્યા છે. આ વર્ષે એક્સેલ નામનો એક આવો જ લડાયક શ્ર્વાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો. તેણે પણ સૈન્ય ટુકડી સાથે સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો અને આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યો. જૂમ પણ એક્સેલની જેમ જ દુશ્મનની ગોળીનો શિકાર બન્યો. આતંકવાદીઓએ ખૂબ જ નજીકથી તેને ગોળી મારી હતી. તેનો ચહેરો પણ બગડી ગયો હતો. જૂમને જ્યારે વેટરિનરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ડોક્ટરો પણ ચિંતિત થઈ ગયા હતા. તેમ છતાં આ બહાદુર શ્ર્વાનની વાત સોશિયલ મીડિયા પર શેર કરતાં ખચકાયા નહીં. માત્ર અઢી વર્ષનો જૂમ બહાદુરી અને દેશભક્તિને લીધે ભારતીય સેનાના અદ્ભુત શૌર્યનું ઉદાહરણ બની ગયો. પહેલી વાર નિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ સતીશ દુઆએ ટ્વિટ કરીને લખ્યું હતું, વિશ યુ અ સ્પીડી રિકવરી સોલ્જર. તે દિવસે ટ્વિટના માધ્યમથી માત્ર અમુક નિવૃત્ત ફોજીઓએ જ જૂમને શ્રદ્ધાંજલિ આપી હતી, બાકી આખા દેશે તેની રિકવરી અને સલામતી માટે દુઆ માગી હતી. સેનામાં જૂમ અને એક્સેલ જેવી તાલીમ પામેલા ઘણા લડાયક શ્ર્વાનો તૈયાર છે. ઉ

 

RELATED ARTICLES

Most Popular