હોળી સહિતના તહેવારો નિમિત્તે રેલવે પ્રવાસીઓને વિશેષ સુવિધા આપતી હોય છે. તેના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન”ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વિગતો રેલવેએ જણાવી છે.
ટ્રેન નંબર 09202 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 05 માર્ચ, 2023 (રવિવાર) ના રોજ ભાવનગર ટર્મિનસથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ 06 માર્ચ, 2023 (સોમવાર) ના રોજ 14.50 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન સિહોર, સોનગઢ, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09202 અને 09201 માટે ટિકિટનું બુકિંગ 23.02.2023 (ગુરૂવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.
તો ચાલો ફટાફટ કરાવો બુકિંગને માણો હોળીના રંગ, ધાણીને ખજૂરની મજા.
પશ્ચિમ રેલવે ભાવનગર અને બાંદ્રા વચ્ચે દોડાવશે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’
RELATED ARTICLES