મુંબઈઃ દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ અભિયાન (Special remission programme) હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહારાષ્ટ્રની વિવિધ જેલમાંથી 189 કેદીને મુક્ત કરવામાં આવશે. મહારાષ્ટ્રની વિવિધ જેલમાંથી કેદીઓને મુક્ત કરવાની જાહેરાત અન્વયે ત્રણ થાણેની સેન્ટ્રલ જેલના છે.
થાણેના ત્રણ કેદી હત્યાના પ્રયાસ અને અન્ય ગુના માટે જેલમાં હતા. અધિકારીએ કહ્યું હતું કે વિશેષ છૂટ કાર્યક્રમ અન્વયે અમુક કેદીઓની સારી ચાલચલગતને લઈ 26મી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટને મુક્ત કરવામાં આવશે, જે અંતર્ગત કુલ 189 કેદીને મુક્ત કરવામાં આવશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કેદીઓની ઉંમર, જેલમાં વીતાવેલ સમય, શારીરિક વિકલાંગ, આરોગ્ય સહિત અન્ય બાબતને આધારે જેલમાંથી મુક્ત કરવા અંગે વિચારણા કરવામાં આવે છે. આ અંગે જેલના અધિકારીએ કહ્યું હતું કે થાણે સેન્ટ્રલમાં જેલમાં 4,569 કેદી છે, જેમાં 1342 મહિલા છે. થાણે જેલમાં બાવન કેદી 70 વર્ષની ઉપરના છે અને 386 કેદીની ઉંમર 20 વર્ષથી ઓછી ઉંમરના છે. જોકે, જેલની ક્ષમતા ફક્ત 1,105 કેદી છે, જ્યારે જેલમાંથી છોડવામાં આવનારા કુલ કેદીમાં 30 બાંગ્લાદેશી અને નાઈજિરિયન છે. સત્તાવાર આંકડા પ્રમાણે જોવામાં આવે તો મહારાષ્ટ્રની જેલમાં કેદીઓની કુલ સંખ્યા 43,090 છે.
26મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાંથી આટલા કેદીને મળશે મુક્તિ
RELATED ARTICLES