Homeસ્પોર્ટસવિશેષ નિયમોના પાલન સાથે કરશો પ્રાર્થના, તો મળશે પૂર્ણ ફળની પ્રાપ્તિ

વિશેષ નિયમોના પાલન સાથે કરશો પ્રાર્થના, તો મળશે પૂર્ણ ફળની પ્રાપ્તિ

મુંબઇ: પ્રાર્થના વ્યક્તિને સામર્થ્ય અને શક્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના કરવાથી વ્યક્તિના મનમાં ચાલતા નેગેટિવ વિચારો દૂર થાય છે અને વિચારોમાં પોઝિટીવીટી આવે. તેનાથી વ્યક્તિના અહંકારનું શમન થાય છે. જો આ વિશેષ નિયમોના પાલન સાથે તમે ભગવાનની પ્રાર્થના કરશો તો જરૂરથી તમને પૂર્ણ ફળની પ્રાપ્તિ થશે.

પ્રાર્થના એટલે પ્રભુ પ્રત્યે પોતાનો અહોભાવ પ્રગટ કરવાની રીત. માન્યતા અનુસાર પ્રાર્થના એ જ છે, જે વ્યક્તિને પરમતત્ત્વની નજીક લઇ જાય. મોટાભાગે આપણે બધા જ દરરોજ પ્રાર્થના કરતા હોઇએ છીએ. એની શક્તિથી વ્યક્તિનું મન શાંત થાય છે અને અંત:કરણ શુદ્ધ થાય છે. પ્રાર્થના દ્વારા આપણી લાગણીઓને પરમાત્મા પ્રત્યે વ્યક્ત કરી શકીએ છીએ.

ઘણા ઓછા ભક્તો જાણે છે કે આ પ્રાર્થના કરવા માટેના પણ કેટલાક વિશેષ નિયમો છે. જો આ નિયમોના પાલન સાથે ભગવાનની પ્રાર્થના કરવામાં આવે, તો તે સવિશેષ ફળદાયી નિવડે છે.

તો ચાલો જાણીએ કે કેવાં નિયમો સાથે પ્રાર્થના કરવી જોઈએ અને શુદ્ધ પ્રાર્થના કરવાથી વ્યક્તિને કેવાં-કેવાં પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

કેટલાક લોકો માને છે કે પ્રાર્થના તો કોઈ પણ સમયે કરી શકાય, પરંતુ જો પ્રાર્થનામાં નિયમિતતા ન હોય તો તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. પ્રાર્થના કરવા માટે ચોક્કસ નિયમ હોવો જરૂરી છે.

જો તમે નિત્ય નિશ્ર્ચિત સમયે પ્રાર્થના કરશો અને નિશ્ર્ચિત સ્થાન પરથી કરશો તો તે સવિશેષ ફળદાયી બની રહેશે. પરમેશ્ર્વરને ક્યારેય લૌકિક સુખ માટે પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રાર્થના એટલે કે પરમતત્ત્વનું ચિંતન કરવું. તેમની સ્તુતિ કરવી. એમના નામનું સ્મરણ કરવું.

પ્રાર્થના તો એક લાગણી અને ભગવાન પ્રત્યેનો ભાવ છે. એને તમે કોઈપણ ભાષામાં પ્રગટ કરી શકો છો. જો તમે પ્રાર્થના સંસ્કૃતમાં કરો છો તો તે ઉત્તમ છે, પરંતુ જો તમને સંસ્કૃત ન આવડતું હોય અથવા ન ફાવતું હોય તો તમારે તમારી માતૃભાષામાં પ્રાર્થના કરવી જોઇએ.

પ્રાર્થના દ્વારા વ્યક્તિને સામર્થ્ય અને શક્તિની પ્રાપ્તી થાય છે સાથે-સાથે વ્યક્તિના મસ્તિસ્કમાં ચાલતા ખરાબ વિચારો દૂર થાય છે. વ્યક્તિનો અહંકાર દૂર થાય છે. નિત્ય અને નિયમિત પ્રાર્થના કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક અભિગમ આવે થાય છે.

શુદ્ધ ભાવથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય એળે જતી નથી. તે વ્યક્તિને દુર્ગુણોથી મુક્ત કરે છે અને તેના દ્વારા સદગુણોનો સંચાર થાય છે. તેનાથી ચિત્ત શાંત થાય છે અને મનની એકાગ્રતા પણ વધે છે.

RELATED ARTICLES

Most Popular