ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પન્નુગંજ પોલીસ સ્ટેશનની પોલીસે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર જારી કરનાર ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) ત્રિભુવન નાથ ત્રિપાઠીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પોલીસે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે.તેમણે કહ્યું કે મુખ્ય તબીબી અધિકારીની કચેરીના જન્મ અને મૃત્યુ અંગેના ડેટા પ્રોસેસિંગ સહાયક મનોજ કુમારે 10 ફેબ્રુઆરીએ માહિતી આપી હતી કે મનોહર લાલના પુત્ર હરવંશ લાલના નામથી 2 ફેબ્રુઆરી, 2023ના રોજ નોંધણી નંબર D/2023.60339-000021 પર હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું જારી કરવામાં આવેલું મૃત્યુ પ્રમાણપત્ર સાવ નકલી હતું ત્રિપાઠીએ કહ્યું કે આ માહિતીના આધારે પન્નુગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ ટીમે પ્રશાંત મૌર્ય, મોનુ શર્મા ઉર્ફે શિવાનંદ શર્મા, અંસાર અહેમદ, મો કૈફ અંસારી અને જન્મ અને મૃત્યુ આંકડા વિભાગમાં સંયોજક તરીકે કામ કરતા કોન્ટ્રાક્ટ વર્કર યશવંતની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે તેમની પાસેથી ચાર લેપટોપ અને સાત મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકો સામે આવશ્યક કાર્યવાહી કર્યા બાદ તેઓને જેલમાં મોકલવામાં આવશે.