Homeઆમચી મુંબઈ100 વર્ષ જૂની મુંબઈની ઈરાની સનશાઇન બેકરી બંધ થશે

100 વર્ષ જૂની મુંબઈની ઈરાની સનશાઇન બેકરી બંધ થશે

મુંબઈ: ઠાકુરદ્વાર, ગિરગામ ખાતે આવેલી 100 વર્ષ જૂની સનશાઈન બેકરી આ મહિના બાદ બંધ થઇ થશે. જર્જરિત 120 વર્ષ જૂની એચએમ પેટિટ વિડોઝ હોમ બિલ્ડિંગ કે જેમાં આ ઈરાની હોટલ આવેલી છે, તેને 30 નવેમ્બર પછી BMC દ્વારા તોડી પાડવામાં આવશે.
આ બેકરી એક સમયે દિવંગત બોલીવૂડ સ્ટાર રાજેશ ખન્ના, સ્વર્ગસ્થ પ્રદીપ પટવર્ધન, સ્વર્ગસ્થ શિવસેના નેતા અને ધારાસભ્ય પ્રમોદ નવલકર જેવી હસ્તીઓમાં લોકપ્રિય હતી. તેઓ આ બેકરીમાં અવારનવાર આવતા હતા. સન-શાઈન રેસ્ટોરન્ટ માત્ર સેલિબ્રિટીઝમાં જ નહીં પરંતુ ગિરગામના રહેવાસીઓમાં પણ પ્રખ્યાત છે. ગણેશ વિસર્જન દરમિયાન, ઘણા કાર્યકર્તાઓ મોડી રાત્રે આ રેસ્ટોરાંની મુલાકાત લે છે.
આ ઈરાની રેસ્ટોરન્ટ તેના ખીમા પાવ, બન મસ્કા અને ખારી બિસ્કીટ માટે જાણીતી છે. બધી વસ્તુઓ બેકરીની અંદર જ બનાવવામાં આવે છે. બેકરીના પરિસરમાં અંદરના ભાગમાં જૂની પરંપરાગત ભઠ્ઠી પણ છે.
સી વોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેઝિગ્નેટેડ ઓફિસર અમોલ મેશરામે જણાવ્યું હતું કે, “એચએમ પેટિટ બિલ્ડિંગ જર્જરિત સ્ટ્રક્ચર છે જે રહેઠાણ માટે અત્યંત જોખમી છે. આ ચાર માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સાત કોમર્શિયલ સંસ્થાઓ આવેલી છે. પ્રથમથી ચોથા માળે રહેણાંકના માળ ખાલી કરવામાં આવ્યા છે. કમર્શિયલ સંસ્થાઓ બિલ્ડિંગ ખાલી કરાવવા સામે શહેરની સિવિલ કોર્ટમાં કેસ લડ્યા પણ તેઓ કેસ હારી ગયા, પછી બોમ્બે હાઈકોર્ટમાં પણ તેઓ ફરીથી હારી ગયા, અને અંતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ અમારી તરફેણમાં ગયો. અમે 30 નવેમ્બર સુધીમાં આ બિલ્ડિંગ ખાલી કરવા નોટિસ આપી છે. ત્યારપછી અમે સ્ટ્રક્ચર તોડી પાડીશું.”
હોટલના મેનેજર અશોક શેટ્ટીએ નોટિસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, “ઘણી સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને સામાન્ય લોકો તેમની સ્વાદિષ્ટ વાનગીઓ જેમ કે ઓમલેટ પાવ, ખીમા પાવ અને માખણ સાથેની બ્રેડ માટે રેસ્ટોરાંની મુલાકાત લે છે.” રેસ્ટોરન્ટ, બેકરી અને બીયર બાર ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તેમાં એક વિશાળ રસોડું છે અને અહીં બ્રેડ અને બિસ્કિટ જેવી બેકરીની વસ્તુઓ બનાવવામાં આવે છે. ગભગ 20-25 કામદારો અહીં કામ કરી રહ્યા છે.” આ રેસ્ટોરન્ટ 100 વર્ષ જૂની છે. રેસ્ટોરન્ટમાં ઘણી પ્રાચીન વસ્તુઓ છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તેણે વધુમાં જણાવ્યું કે રેસ્ટોરન્ટના માલિક શાપુર રૂસ્તમ ફિરોજમંદ ઈરાનમાં છે.
શિવસેનાના દક્ષિણ મુંબઇના વિભાગ અધ્યક્ષ પાંડુરંગ સપકલે જણાવ્યું હતું કે, “ધ સનશાઈન હોટેલ ખૂણા પર છે, અને તેથી તે મીટિંગ પોઈન્ટ છે. “મેં રેસ્ટોરન્ટ અને બિલ્ડિંગને બચાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના માલિકો સહકાર આપતા નથી.”

RELATED ARTICLES

Most Popular