Homeટોપ ન્યૂઝસાઉથના આ દિગ્ગજ અભિનેતા-ડિરેક્ટરે કર્યું દુનિયાને અલવિદા

સાઉથના આ દિગ્ગજ અભિનેતા-ડિરેક્ટરે કર્યું દુનિયાને અલવિદા

દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર અને એકટર કે. વિશ્વનાથના નિધનથી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. ગુરુવારે મોડી રાતે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કે. વિશ્વનાથના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મેગા સ્ટાર ચિરંજીવી, જુનિયર એનટીઆર સહિત અનેક જાણીતા સેલેબ્સ અને રાજકારણીઓએ શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કર્યો હતો.

43 વર્ષ પહેલાં જ બે ફેબ્રુઆરી, 1982ના દિવસે જ તેમની બ્લોક બસ્ટર ફિલ્મ શંકરભરણમ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના શરુઆતના દિવસોમાં તો થિયેટર ખાલી હતા, પરંતુ અઠવાડિયું પૂરું થતાં થતાં તો શો હાઉસ ફૂલ જવા લાગ્યા. કેરળ અને કર્ણાટકના અનેક થિયેટરમાં આ ફિલ્મ એક વર્ષ સુધી ચાલી હતી. વિશ્વનાથને દાદાસાહેબ ફાલકે અને પદ્મશ્રી જેવા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


શંકરભરણમ કે. વિશ્વનાથ લિખિત અને નિર્દેશિત એક મ્યુઝિકલ ફિલ્મ હતી, જેમાં જેવી સોમયાજુલુ, મંજુ ભાર્ગવી, ચંદ્ર મોહન અને રાજ્યલક્ષ્મીએ મુખ્યભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં બે અલગ અલગ પેઢીઓના નજરે શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતના વિવિધ પાસાંઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.

1981માં આ ફિલ્મે ફ્રાન્સના બેસનકોન ફિલ્મ ફેસ્ટિવલમાં પબ્લિક્સનો પુરસ્કાર હાંસિલ કર્યો હતો. આ સિવાય શંકરભરણમને ભરતના 8મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, તાશ્કંદ ફિલ્મ ફેસ્ટિવલ. એશિયા પેસેફિક ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને એઆઈએસએફએમ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular