દક્ષિણ કોરિયા, ચીન અને રશિયા વચ્ચે તણાવ વધવાની ધારણા છે. એવા અહેવાલ છે કે ચીન અને રશિયન ફાઈટર જેટ દક્ષિણ કોરિયાના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ્યા છે.
સાઉથ કોરિયાએ કહ્યું હતું કે બે ચીની અને છ રશિયન ફાઈટર જેટ પૂર્વ સૂચના વિના દક્ષિણ કોરિયાની એરસ્પેસમાં પ્રવેશ્યા હતા.
સિઓલના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે ચાઈનીઝ એચ-6 બોમ્બર્સ સવારે લગભગ 5:50 વાગ્યે દક્ષિણ અને ઉત્તરપૂર્વીય દરિયાકાંઠેથી હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને બહાર નીકળ્યા. થોડા કલાકો પછી આ વિમાનો જાપાનના સમુદ્રમાંથી એર ડિફેન્સ ઝોનમાં ફરી પ્રવેશ્યા. જેમાં Tu-95 બોમ્બર અને Su-35 ફાઈટર જેટ સહિત રશિયન યુદ્ધ વિમાનોનો સમાવેશ થાય છે.
દક્ષિણ કોરિયા અને અમેરિકાએ ચીનને ગુસ્સે કરીને તેમની સૈન્ય કવાયત ચાલુ રાખ્યાના થોડા અઠવાડિયા પછી આ ઘટના બની છે.
આ મહિનાની શરૂઆતમાં, યુએસ પ્રમુખ જો બિડેને બાલીમાં જી-20 સમિટ સમયે ચીની પ્રમુખ શી જિનપિંગને લાંબા અંતરના પરમાણુ પરીક્ષણમાં સામેલ ન થવા માટે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે જો ચીન આમ કરવામાં નિષ્ફળ જશે તો યુએસ પોતાનો અને તેના સાથી, દક્ષિણ કોરિયા અને જાપાનનો બચાવ કરવા માટે કોરિયન ક્ષેત્રમાં તેની લશ્કરી હાજરી વધારશે.
પૂર્વ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાની આ ચેતવણી આવી છે. ઉત્તર કોરિયાએ આ મહિને રેકોર્ડ 30 અને આ વર્ષે 60થી વધુ મિસાઈલ પરીક્ષણો કર્યા છે. અમેરિકાએ ઉત્તર કોરિયાને મિસાઈલ પરિક્ષણ કરવા માટે સક્ષમ બનાવવા માટે ચીન અને રશિયા બંનેને જવાબદાર ઠેરવ્યા છે.
ચીન અને રશિયન ફાઈટર જેટ દક્ષિણ કોરિયાની એરસ્પેસમાં ઘૂસી જતાં તણાવની સ્થિતિ
RELATED ARTICLES