* બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
કેપટાઉન: મહિલા ટી-૨૦ વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને છ રનથી હરાવીને સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી છે. સાઉથ આફ્રિકાની ટીમ ૨૬ ફેબ્રુઆરીએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત મહિલા ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ૨૦૦૯ની ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૦૬ રનથી હરાવ્યું હતું. કેપટાઉનમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૬૪ રન બનાવ્યા હતા. તાજમીન બ્રિટ્સે ૫૫ બોલમાં ૬૮ રન અને એલ વોલ્વાર્ડેટએ ૪૪ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૫૮ રન જ બનાવી શકી હતી. અગાઉ બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને જીતવા માટે ૧૬૫ રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી હતી. એલ વોલ્વાર્ડટ અને તાજમીન બ્રિટ્સે પ્રથમ વિકેટ માટે ૯૬ રનની ભાગીદારી કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. એક્લસ્ટોને વોલ્વાર્ડટને ચાર્લોટ ડીનના હાથે કેચ કરાવી હતી. વોલ્વાર્ડેટ ૪૪ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૩ રનની ઇનિંગ રમી હતી. આ પછી તાજમીન બ્રિટ્સે મારજાને કેપ સાથે બીજી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી. બ્રિટ્સ ૫૫ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૮ રન બનાવીને આઉટ થઇ હતી. ક્લો ટ્રાયનોન ત્રણ રન બનાવીને અને નાદિન ડી ક્લાર્ક ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરી હતી.