દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આંધાધૂંધ ફાયરિંગ: 14ના મોત, ત્રણ ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના એક બારમાં આંધાધૂધ ગોળીબારી થઈ હતી અને આ ઘટનામાં 14 લોકોના કરુણ મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. આ ઉપરાંત ત્રણ લોકોની હાલત ગંભીર છે, તેમને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોહાનિસબર્ગ પોલીસે જણાવ્યાનુસાર ફાયરિંગની ઘટના સોવેટો ટાઉનશિપમાં સ્થિત બારમાં શનિવારે મોડી રાત્રે બની હતી. એક મિનીબસ ટેક્સીમાં સવાર થઈને હુમલાખોરોએ અચાનક આંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી હતી.

ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક કરતાં વધુ લોકોએ બારમાં હુમલો કર્યો હતો. બારમાં તે સમયે ઘણા લોકો ઉપસ્થિત હતાં તે દરમિયાન ફાયરિંગ થતાં લોકો ગભરાઈ ગયા હતાં અને જીવ બચાવવા ભાગદોડ કરી રહ્યા હતાં. હજુ સુધી ફાયરિંગ કરવા પાછળના કારણની ખબર પડી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.